Sports

બર્મિંગહામ ટેસ્ટમાં ગિલે ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો: એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો

બર્મિંગહામ ટેસ્ટમાં ભારતે બીજી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા છે. ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડ સામે ભારતની લીડ વધીને 454 રન થઈ ગઈ છે. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. ભારતે પ્રથમ ઇનિંગના આધારે મોટી સિદ્ધિ મેળવી છે અને હવે તેનો પ્રયાસ ઇંગ્લેન્ડ સામે મજબૂત લક્ષ્યાંક નક્કી કરવાનો છે.

ભારતીય કેપ્ટન શુભમન ગિલ (85 રન) એ ફિફ્ટી ફટકારી છે. તેણે પહેલી ઇનિંગમાં 269 રન બનાવ્યા છે. આ સાથે જ તે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો છે. તેણે સુનીલ ગાવસ્કરનો 344 રનનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે અત્યાર સુધીમાં 366 થી વધુ રન બનાવ્યા છે.

ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ શનિવારે સવારે 64/1 ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં ભારત 587 રનમાં અને ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને પ્રથમ ઇનિંગમાં 180 રનની લીડ મળી હતી.

ગિલે છગ્ગો મારીને ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો
ભારતીય કેપ્ટન શુભમન ગિલે સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે. તેણે શોએબ બશીર દ્વારા ફેંકાયેલી 53મી ઓવરના ચોથા બોલ પર છગ્ગો મારીને બીજી ઇનિંગમાં પોતાનો 76મો રન બનાવ્યો. આ સાથે તે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની ગયો છે.

Most Popular

To Top