Gujarat

ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો : અમદાવાદમાં 28 સહિત નવા 54 કેસ

રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બુધવારે રાજ્યમાં ઘણા મહિનાઓ પછી કોરોનાના કેસ 50ને પાર કરીને 54ના આંકડે નોંધાયા છે. સાથે વધુ 16 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં બુધવારે સૈથી વધુ અમદાવાદ મનપામાં 28, સુરત-વડોદરા મનપામાં 4-4, સુરત –વડોદરા ગ્રામ્યમાં 3-3, રાજકોટ મનપા, કચ્છ, વલસાડમાં 2-2, ભરૂચ, જામનગર, જૂનાગઢ મનપા, નવસારી, રાજકોટ ગ્રામ્ય, તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ આંકડો 291એ પહોંચ્યો છે. જ્યારે વન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ છે અને 283 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં બુધવારે 05 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 2275ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 11,559ને પ્રથમ ડોઝ અને 1,00,005ને બીજો ડોઝ તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 38,811ને પ્રથમ ડોઝ અને 2,74,166ને બીજો ડોઝ મળી આજે કુલ 4,25,721 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,57,33,872 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top