SURAT

વરાછા ઝોનના અમુક વિસ્તારોમાં આ બે દિવસ પાણી કાપ: 10થી 15 હજાર ઘરોને અસર થવાની શકયતા

સુરત: (Surat) હાલમાં વેકેશનના માહોલને પગલે શહેરમાં ખાસ કરીને વરાછા વિસ્તારમાં લોકો વતન ગયા હોવાથી સુરત મનપાના (Corporation) હાઇડ્રોલિક વિભાગ દ્વારા અમુક ટેકનિકલ રીપેરીંગ હાથ ધરાયા છે. ત્યારે હાઇડ્રોલિક વિભાગની કામગીરીને પગલે આગામી શનિવાર અને રવિવારે વરાછાના (Varacha) કેટલાક વિસ્તારોમાં પાણી બંધ રહેનાર હોય, આ દિવસો દરમિયાન પાણી કાપ હોવાથી લોકોને કરકસરપૂર્વક પાણીનો વપરાશ કરવા અને જરૂર પૂરતો જથ્થો સંગ્રહ કરવા માટે મહાનગર પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

  • અન્ડરગ્રાઉન્ડ ટાંકી સાથેના જોડાણ કરવાની કામગીરી તથા વાલવ રીપેર કરવાની કામગીરીને પગલે પાણી કાપ
  • 20 અને 21 નવેમ્બરના રોજ આ વિસ્તારોમાં પાણી કાપ

મનપાના સુત્રો પાસેથી મળતી વિગત મુજબ નવા વરાછા ઝોન વિસ્તારના સીમાડા વોટર પાર્ક ખાતે નવી બનાવવામાં આવેલી અન્ડરગ્રાઉન્ડ ટાંકી સાથેના જોડાણ કરવાની કામગીરી તથા વાલવ રીપેર કરવાની કામગીરીને પગલે શનિવારે 20 નવેમ્બરના રોજ સમગ્ર નવા વરાછા ઝોન વિસ્તાર એટલે કે પુણા, મગોબ, સીમાડા, સરથાણા અને વાલક વિસ્તારમાં આપવામાં આવતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. જયારે રવિવાર 21 નવેમ્બરના રોજ નવા વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટસમાવિષ્ટ મગોબ સીમાડા સરથાણા અને વાલક વિસ્તારમાં પાણી પુરવઠો અંશતઃ અવરોધાશે અથવા ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા રહેલી છે ત્યારે કેટલાક વિસ્તારમાં નહિવત પુરવઠો મળે તેવી પણ શક્યતા છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના આ વિસ્તારમાં રહેતા લોકોએ પાણી પુરવઠાનો અગાઉથી સંગ્રહ કરી તથા જરૂરીયાત મુજબનું પાણી કરકસરથી ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top