World

વિમાનમાં 35000 ફૂટની ઊંચાઈ પર મહિલાએ આપ્યો બાળકને જન્મ

મનીલા: સગર્ભા (Pregnant) મહિલાએ આકાશમાં હજારો ફૂટની ઉંચાઈએ ફ્લાઈટમાં છોકરાને જન્મ આપ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે . ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલાં નર્સ દંપતીએ ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ફ્લાઈટ 35,000 ફૂટની ઉંચાઈ પર હતી ત્યારે બાળકનો જન્મ થયો હતો. નર્સ દંપતિ તેમની ફ્લાઈટ પહેલા લંડનથી કુવૈત જઈ રહ્યા હતા. પછી તેઓએ કુવૈતથી મનીલા (ફિલિપાઈન્સ)ની બીજી ફ્લાઈટ પકડવાની હતી. ખાસ વાત એ છે કે નર્સ અને ગર્ભવતી બંનેનું નામ શેરિલ હતું. શેરિલ અને રુએલ પાસ્કુઆ, જેઓ સ્ટોક-ઓન-ટ્રેન્ટ, યુકેમાં રહે છે, તેઓ ફ્લાઇટમાં હતા. આ બંને 2 ઓગસ્ટના રોજ તેમની ફ્લાઈટમાં ફિલિપાઈન્સ જઈ રહ્યા હતા. બંને NG Healthcare, Trentham (UK)માં નર્સ તરીકે કામ કરે છે. કેબિન ક્રૂ મેમ્બરોએ લગભગ 35,000 ફૂટની ઉંચાઈએ ફ્લાઇટની અંદર મેડિકલ પ્રોફેશનલ્સને મહિલાની મદદ કરવા બોલાવ્યા હતા.

  • કુવૈતથી ફિલીપાઈન્સ જતી ફ્લાઈટમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો
  • વિમાન 35,000 ફૂટ ઊંચાઈ પર ઉડી રહ્યું હતું ત્યારે મહિલાને લેબર પેઈન ઉપડ્યો
  • સદ્દભાગ્યે વિમાનમાં નર્સ દંપતિ મુસાફરી કરી રહ્યું હતું, તેઓની મદદથી ડિલીવરી થઈ
  • બાળક પ્રિમેચ્યોર જન્મ્યું હોઈ આઈસીયુઓમાં દાખલ કર્યું

ફ્લાઇટની અંદર બે નર્સ પહેલેથી જ હાજર હતી. આ બંનેને શેરિલ અને રુએલ પાસકુઆએ મદદ કરી હતી. શેરીલે StokeonTrentLive ને જણાવ્યું – જ્યારે મેં ગર્ભવતી મહિલાની તપાસ કરી તો ખબર પડી કે તે ક્રાઉનિંગ સ્ટેજમાં છે, ક્રાઉનિંગ સ્ટેજના થોડા સમય બાદ મહિલા બાળકને જન્મ આપે છે. આ પછી મેં મદદ માટે રૂએલને ફોન કર્યો, થોડા સમય પછી બાળકનો જન્મ થયો હતો.

શેરીલે જણાવ્યું કે બાળકનો જન્મ થયો હતો પરંતુ તે 24 અઠવાડિયામાં પ્રી-મેચ્યોર હતો. આ પહેલી વાર હતું જ્યારે મેં ફ્લાઇટમાં ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી. તેમની પાસે જરૂરી તબીબી સાધનો પણ ન હતા. શેરીલે વાતચીતમાં તેના અનુભવને સૌથી અલગ ગણાવ્યો હતો. શેરીલે ફ્લાઇટમાં સવાર અન્ય નર્સ, કાર્લોસ એબાંગનને પણ યાદ કર્યા, જેમણે આ ડિલિવરી કરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. નવ કલાકની ફ્લાઇટમાં તેણે બાળક અને તેની માતાની સંપૂર્ણ કાળજી લીધી. શેરીલે જણાવ્યું કે ડિલિવરી બાદ બાળકને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું અને હવે તે ઠીક છે. શેરીલે વધુમાં જણાવ્યું કે તે આ ઘટનાને ચમત્કાર માને છે.

Most Popular

To Top