Charchapatra

શા માટે બડાઇ મારતા હશે?

ચંદ્રયાન-3ને અવકાશમાં લેન્ડ ‘ઇસરો’ એ કર્યું, ચંદ્રયાન 3 બનાવવાનો ખર્ચ 6 હજાર કરોડથી પણ વધુ થયો છે અને ચંદ્રયાન 3ના સ્પેરપાર્ટસ બનાવ્યા છે, તે ‘હિન્દુસ્તાન એરોનોટીકસ લિમિટેડે’ (HAL) એ જે કંપનીના કર્મચારીઓનો પગાર છેલ્લા એક વર્ષથી નથી થયોG-20ના આયોજનનો ભારતને મોકો મળ્યો, ચાર હજાર કરોડથી વધારે કરોડનો ખર્ચો કર્યો, કેટલાય માણસોને મહિને સત્તરથી પચ્ચીસ હજારના કોન્ટ્રાક્ટથી કામ પર રાખ્યા અને કામ પતી ગયા પછી માત્ર ત્રણથી ચાર હજાર દરેકને ચૂકવી સરકારે હાથ અધ્ધર કરી દીધા…!

સરદારનું પૂતળું બનાવ્યું 3 હજાર કરોડનું જે લોકોની ખેતીની જમીન પૂતળું બનાવવા લીધી હતી તેઓને બીજી જમીન અને નોકરી આપવાનું વચન આપ્યું હતું. બિચારા ગરીબોની જમીન તો ગઇ તદુપરાંત રોજી-રોટી પણ ગુમાવી અને તેઓ હમણાં નાની-મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પુલવામામાં સૈનિકોને વિમાન ન ફાળવ્યું અને 43 સૈનિકોનું મૃત્યુ થયું. આજ સુધી એક પણ સૈનિકના પરિવારને કોઇ પણ પ્રકારની સહાય મળી નથી. મારું કોઇ આગળ-પાછળ નથી, હું ખાતો નથી અને ખાવા દેતો નથી અને બધા ભ્રષ્ટચારીને સાફ કરી નાખીશ.

બસ આવા બનાવટી શબ્દો બોલી-બોલીને મોદી પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જાતજાતના તાયફાઓ કરીને ઉદ્યોગકારોનાં ગજવાં અને ગુજરાતની તિજોરી ખાલી કરીને ગરવી ગુજરાતને ગીરવી ગુજરાત બનાવી દીધું. સફર, મોજ-શોખ (હવાઇ જહાજ, મોટરકાર, બોલપેન, ચશ્માં, કપડાં, ફોટોગ્રાફી) જાહેર રેલીઓ અને સરઘસોના તાયફાઓ, જાહેરાતો, અંગત તઘલખી ખર્ચા કે વિદેશી મહેમાનોના સ્વાગત પાછળ લાખો કરોડ ખર્ચવાનું લાઇસન્સ મળી ગયું પણ એક સામાન્ય માણસની રોજીને લાત મારી કેટલાય લોકોની જિંદગી તબાહ કરીને, આપઘાત કરવા મજબૂર કરીને, અન્યોની વ્યક્તિગત સિદ્ધિને પોતાની સિદ્ધિ બતાવીને, આ સ્વાર્થી માણસ શું કામ હોશિયારી મારતો હશે કે અર્થતંત્રમાં ભારત વિશ્વની બરાબરી કરી રહ્યું છે? ભારતમાં બધા સુખી છે? ભારત ટ્રી મિલિયનનું અર્થતંત્ર બનશે, દુનિયામાં ભારતનું નામ થયું એવું બોલી શા માટે તમાચા મારી ગાલ લાલ કરતો હશે અને મોદી છે તો શક્ય છે, મોદી નહીં તો કોણ? એવું બોલી-બતાવી અધૂરા ઘડા જેવા મૂર્ખ અન્ધભક્તો અને દલાલ મિડિયા શા માટે મોટી મોટી બડાઇ મારતા હશે?
સુરત     – કિરણ સૂર્યાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતનું તીર્થ સ્થાન’અંબાજી મંદિર’
ભાગળ ખાતે આવેલા અંબાજી મંદિર વિષેના સુનિલ બર્મન દ્વારા ચર્ચાપત્રમાં વ્યક્ત કરવામાં આગેલી લાગણી યોગ્ય છે. અંબાજી મંદિરને હેરિટેજ માં સ્થાન મળવું જોઈએ.અને મંદિરનો વિકાસ થવો જોઈએ.આજથી ૪૦૦ વર્ષ પહેલાં અમદાવાદ ના ભગત પ્રેમજી ભટ્ટ ત્યાંથી અંબા માતાની મુર્તિ સુરતમાં લાવ્યા હતા.ભાગળ નજીક લાકડાનું મંદિર બનાવી માતાજીની મુર્તિ સ્થાપના કરી હતી.જે આજે જુના અંબાજી તરીકે પ્રસિદ્ધ છે.મુળ સુરતીઓ અંબા માતા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.આસો અને ચૈત્રી નવરાત્ર માં માનવ મહેરામણ ઉમટી પડે છે.સવાર થી રાત્રી સુધી ભક્તોની ભીડ જોવા મળે છે.આઠમ ના દિવસે યજ્ઞ થાય છે.

દશેરા ના દિવસે માતાજી નગરચર્યા પર નીકળે છે.સુરતીઓ ને ઘર બેઠા દર્શન આપે છે.શરદ પૂર્ણિમા ના દિવસે મંદિર પર દીપ પ્રગટાવવામાં આવે છે.માતાજીનું મંદિર દિવડાથી ઝળહળી ઉઠે છે.આજે પણ આ વિસ્તાર યાત્રાધામ જેવો લાગે છે.આજે સુરતનો વિકાસ થયો પરિણામે નવા નવા મંદિરો બન્યા છતાં આજે પણ કોટ વિસ્તારના જુના અંબાજી મંદિરનું માહત્મ્ય અંકબંધ છે. સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ.ગુજરાત સરકાર અંબાજી મંદિરને ‘ધરોહર સ્થાન’નો દરજ્જો મળે અને મંદિરનો વિકાસ થાય તે દિશામાં યોગ્ય કાર્ય કરે એવી કોટ વિસ્તારના ધર્મપ્રેમી લોકોની લાગણી છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top