Charchapatra

એવાની સલાહ માનો છો જ કેમ?

કોઇ વ્યકિત જે અમુક વિષયના તજજ્ઞ નથી તે વિષયમાં પણ બેસ્ટ ઓપીનિયન (શ્રેષ્ઠ અભિપ્રાય) આપતા હોય તેવા લોકો દ્વારા અજાણ્યા અને નિર્દોષને ભારે હાનિ પહોંચાડે છે. ઉદાહરણમાં કોઇક એક વ્યકિતને કોઇ બિમારી છે, ડોકટર તેને અોપરેશનની સલાહ આપે છે, તો પાડોશી આવા વ્યકિત – દર્દીને અ.પરેશન તો થાય જ નહી, ઓપરેશન તો કરાય જ નહીંનો અભિપ્રાય બેધડક આપી દે છે. બાળકો, દર્દી પણ અજ્ઞાની પાડોશીની સલાહ આપી અોપરેશનનું માંડી વાળે છે અને અચાનક મોટી શારીરિક મુશ્કેલીમાં આવી જાય છે. કોઇ કામ કરતા હોયએ અને તેમાં નિષ્ફળ જવાય એટલે તે વિશેનો  અજાણ્યો હોય તેવો મિત્ર, પાડોશી, સગા-સ્નેહી સલાહ આપે કે આવું કામ થોડુ થતું હોય, આમાં તો નિષ્ફળ જ જવાય ને’ ભલા માણસ તે જે કામ કરતો હતો તે તમે જોતા હતા, ત્યારે કેમ સલાહ નહીં આપી?! વળી, સલાહ આપનાર સલાહ જ આપે છે, ઉપાય બતાવતો નથી અને અસરકર્તાને મુંઝવણભરી સ્થિતિમાં મુકે છે.
સુરત     – પરેશ ભાટિયા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ફૂલો નહીં કિલો, બે કિલો અનાજથી આવકારો

સુરતી મોઢ વણિક સમાજના એક ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેવાની તક મળી. મંચ પર સમાજ શ્રેષ્ઠીઓ સહિત આ શહેરના મહિલા મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા પણ હાજર હતા. મેયરશ્રીએ એમના પ્રવચન દરમિયાન એક નમ્ર અપીલ કરી હતી. તમે આવા મોંઘાદાટ ફૂલોના બુકેથી સન્માન કરવાનેબદલે કિલો બે િકલો ઘઉં, જુવાર ચોખાના કઠોળના પેકીંગથી મારુ સન્માન કરશો તો મને વિશેષ આનંદ થશે, ખુશી થશે. મને ગમશે. બાકી કિંમતી ફૂલોના ગુલદસ્તાથી સન્માન કરશો તો એ ફૂલો પછી થોડા સમયમાં કરમાય જશે. આવો ખોટો ખર્ચ કરવાની જરૂર નથી.  ફૂલોની શોભા સમારંભમાં નહી એની શોભા ખરેખર બગીચામાં છે. સમયની પુકાર છે એની ગંભીરતાથી નોંધ લેવાવી જોઇએ. આજ દિન સુધી આ રીતે કુલ ૧૦૦ કિલો અનાજ એકત્રીત કર્યું છે. એ અનાજનું વિતરણ શહેરની ધર્માદા સંસ્થામાં પહોંચાડીને ભુખ્યાની થોડીક ભુખ ભાંગી છે. શ્રોતાઓએ આ સુચનને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું અને આ સુચનને અમલમાં મુકવાનું મેયરશ્રીને વચન આપ્યું હતું.
સુરત     – જગદીશ પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top