Charchapatra

આઠમુ વેતન પંચ કેમ ન મળી શકે?

કેન્દ્ર સરકારશ્રીના કર્મચારી, પેન્શનરોને આજે 46 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. આ પછી જાન્યુ.2024 મા ડી.એ.મા 4થી 5 ટકા વૃધ્ધી થઈ શકે છે. તો, તે 50 થી 51 ટકા થઈ જશે. ત્યારે કેન્દ્ર સરકારને આઠમા વેતન પંચની રચના કરવી પડે, સાતમું વેતન પંચ 2013માં રચાયુ હતું, અને તેની ભલામણે 2016માં લાગુ થઈ હતી. પે રિવાઇઝ દર 10 વર્ષે જ થાય તે જરૂરી નથી. જો કે ડીએ 50 ટકા ઉપર જાય ત્યારે પગાર પંચની (આઠમા) રચના કરવી પડે. દરમિયાન સોશ્યલ મિડીયાના સમાચાર મુજબ (સાચા હોય તો) કેન્દ્ર સરકાર અધિ./કર્મચારીઓને હાઉસરેન્ટ એલાઉન્સ આપવા વિચારી રહેલ છે. જ્યારે પગાર અધિ./કર્મચારીઓના પ્રદર્શન આધારે વધારવામાં આવશે.

પરંતુ આનો કોઈ માપદંડ જણાતો નથી. જ્યારે પેન્શનરોનો કોઈ ઉલ્લેખ જણાતો નથી. સામાન્ય રીતે 10 વર્ષ કે 50 ટકા મોંઘ. ભથ્થુ થાય એટલે આજ દિન સુધી એક થી સાત વેતન પંચનો સરકારશ્રીએ અમલ કરેલ છે. તો પછી આજે અલગ-અલગ અખતરા વિચારી આઠમુ વેતન પંચ આપવાના વિલંબ પાછળ સરકારનો ઈરાદો શું હોઈ શકે? આજે પગાર પંચની રચના થાય, એટલે તેની ભલામણો અને અમલીકરણમાં 2-3 વર્ષ નિકળી જશે. તેનું અમલીકરણ તા.1-1-2026 થી કરવું પડે. ડી.એ. મૂળ પગારમાં મર્જ કરવું, વેઈટે જ કેટલુ આપવું, વચગાળાની રાહતો ક્યારે, અને કેટલી આપવી, આ ભલામણો/અમલીકરણ તબક્કાવાર થશે.

એટલે આજેજ એકી સાથે નાણાંકિય બોઝ આવશે નહિ. જે ધ્યાને લઈ સરકારશ્રીે સહાનુભતિપૂર્વક કર્મચારી, પેન્શનરોના હિતમા નિર્ણય સત્વરે લઈ આઠમા પગાર મંચને ગઠીત કરવું જોઈએ. આ પછી વાત આવે, રાજ્ય સરકારનો, ગુજરાત સરકારે કેન્દ્ર સરકારમાં જે પગાર ધોરણ, ભથ્થા કે, અન્ય લાભો મળે છે. તે, તે જ ધોરણે રાજ્યના કર્મચારી, પેન્શનરોને આપવા નીતિ વિષયક નિર્ણય કરેલ છે. હવે કેન્દ્રના પગાર પંચનો અહેવાલ આવે, તે પર કમિટીની રચના કરી એકાદ વર્ષમાં અમલીકરણની આશા રાખી શકાય.
સુરત     – એન.ડી.ભામરે – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top