SURAT

પતિએ કેનેડામાં બીજા લગ્નની ગોઠવણ કરતાં સુરતની પરિણીતાએ એવું કામ કર્યું કે પતિ દોડતો થઈ ગયો

સુરત : દહેજ લાલચુ સાસરિયાઓએ પત્ની અડધા કરોડ આપે તો જ લગ્નજીવન ચાલુ રાખવાની વાત કરીને પતિને કેનેડા મોકલી દેવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. કેનેડામાં પતિ દ્વારા અન્ય સાથે લગ્નની તૈયારી કરવામાં આવી હોવાની ફરિયાદ પરણિતા દ્વારા કરવામાં આવી હતી. આ મામલે હિમીતા દેઇલ પટેલ (ઉ. વર્ષ 31) દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

  • સાસરિયા દ્વારા પતિની સાથે મળીને પરિણીતાને માર મારવામાં આવતા પાડોશીઓેએ વચ્ચે પડીને પોલીસ બોલાવી પ્રોટક્શ આપ્યું હતું, પોલીસની ચેતવણી પણ ઘોળીને પી જનારા દહેજ લાલચુ સાસુ, સસરા, નણંદ અને નણંદોઇ સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો

તા. 18 મે , 2017ના રોજ હિમીતાના વિવાહ પતિ દેઉલ સાથે થયા હતા. દેઉલ અને સાસુ નીતાબેન દ્વારા દહેજમાં 51 લાખ લગ્નટાળે માંગવામાં આવ્યા હતા. પરિણીતાની પરિસ્થિતી મધ્યમવર્ગીય હોવાથી લગ્ન ટાંકણે તેઓને ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સાસુ નીતાબેન અને નણંદ હિનલ દ્વારા ખાવામાં કે પછી અન્ય કોઇ બાબતમાં ભૂલો કાઢીને પરણિતા હિમીતાને માર મારવામાં આવતો હતો.

આ તમામમાં તેની હાલત ગંભીર થઇ જતા હોસ્પિટલ ખસેડવી પડી હતી. હિમીતાની હાલત ગંભીર હોવા છતાં તેના પતિ કે સાસુ સસરા જોવા પણ આવ્યા ન હતા. આ ઉપરાંત વારંવાર હિમીતાને ફટકારતા પડોશીઓ દ્વારા પોલીસને બોલાવીને હિમીતાને પ્રોટેકશન આપવું પડતું હતું. પોલીસ દ્વારા દેઉલ તથા સાસુ નિતા અને સસરા સુરેશને વારંવાર ચેતવણીઓ આપી હતી.

હાલમાં કેનેડામાં દેઉલ દ્વારા લગ્નની તૈયારી કરવામાં આવતા પરિણીતા હિમીતાએ આ બાબતે તેની સાસુ નિતાને પૂછતા સાસુએ જણાવ્યું હતું કે જો તારે દેઉલ સાથે રહેવું હોય તો અડધા કરોડ લઇ આવ નહીંતર છૂટાછેડા આપી દે કહીને ધમકી આપી હતી. આ મામલે આખરે પરણિતા હિમીતાએ દહેજ લાલચુ સાસુ, સસરા, નણંદ અને નણંદોઇ સામે દહેજ માંગવાનો તથા શારિરીક અને માનસિક રીતે હેરાન કરાવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો .

આરોપીઓમાં (1)પતિ દેઉલ સુરેશભાઇ પટેલ, રહેવાસી રાજગ્રીન હાઇટસ , કેસરકુ પાર્ટી પ્લોની બાજુમાં જહાંગીરપુરા (2) નીતાબેન સુરેશભાઇ પટેલ, સાસુ (3) સુરેશભાઇ જેરામભાઇ પટેલ, સસરા (4) હિનલ ભાસ્કર પટેલ, નણંદ, રહેવાસી રાજલક્ષ્મી સોસાયટી ,મેરૂલક્ષ્મી મંદિરની પાસે , રાંદેર રોડ (4) ભાસ્કર પટેલ, નણંદોઇ સામે ખટોદરા પોલીસે દહેજ પ્રતિબંધિક ધારા અન્વયે ગુનો દાખલ કર્યો છે.

કોવિડ થતાં પરિણીતાને પિયર મોકલી અપાઈ, પરત ફરી તો દરવાજો પણ ખોલ્યો નહીં, ગેલેરીમાંથી કપડાં ફેંકી દીધા
હિમીતાને કોવીડ થતા તેને ઘરે મોકલી આપી હતી. ત્યારબાદ હિમીતા પરત પોતાના સાસરે જતા પતિ દેઉલ અને સાસુ નીતા દ્વારા ઘરના દરવાજા ખોલવામાં ન આવ્યા હતા. હિમીતાના કપડા ગેલેરીમાંથી નણંદ હિનલે નીચે ફેંકી દીધા હતા. ત્યારબાદ વર્ષ 2021માં ચૂપચાપ પતિ દેઉલ કેનેડા ચાલ્યો ગયો હતો. હિમીતા દ્વારા સોશ્યલ મિડીયા દ્વારા પતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ હિમીતાને દેઉલ દ્વારા બ્લોક કરી દેવામાં આવી હતી. દરમિયાન સમાજના આગેવાનાનો કહેવા પર દેઉલને કેનેડામાં સેટ કરવા માટે સમય આપ્યો હતો .

Most Popular

To Top