Comments

આપણે આપણા લોકોને ગણી નથી શકતા…

આ સપ્તાહે એવી કેટલીક ઘટનાઓ બની જેના પર વિચારણા થવી જોઇએ. આ ભલે અલગ અલગ ઘટનાઓ છે, પણ આપણે તેને સાથે જોડવાની કોશિશ કરીશું?
લોકશાહીની માતાએ જી-20ની બેઠકમાં તેનાં બાળકોને નોતર્યાં! આમાં કેટલાંક સાવકાં બાળકો પણ હતાં, જે આપણા પૂર્વ અને અખાતી રાજયોનાં અનામી પડોશીઓ પણ હતાં, જેઓ લોકશાહી નથી અને રશિયા અને તુર્કી જેવા કેટલાક નામના જ લોકશાહી દેશો છે.

મગજમાં કેટલાક પ્રશ્નો આવ્યા!
1. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં સુધારો થવો જોઇએ અને 2. સંયુકત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિમાં આપણને યોગ્ય સ્થાન મળવું જોઇએ.
આ માગણીનું ફરી આ સપ્તાહે પુનરાવર્તન થયું હતું અને આપણા શાસક પક્ષના ચૂંટણી ઢંઢેરામાં તેને સ્થાન મળ્યું જ છે. સવાલ એ છે કે જે દેશ વિશ્વગુરુ છે તેણે સુરક્ષા સમિતિમાં શા માટે હોવું જોઇએ? જવાબ ખબર નથી. કારણ કે અગાઉ કદી સવાલ કરાયો જ નથી. પણ આપણે તેનો ગંભીરતાથી વિચાર કરવો પડશે. કારણ કે આપણે જી-20ના વડા ચૂંટાયા હોવાનો દાવો ગંભીર છે તેવો જ આ દાવો ગંભીર છે.

આપણે વિશ્વગુરુ છીએ તો માંગવાને બદલે જાતે જ કેમ સુરક્ષા સમિતિમાં સ્થાન નથી લઇ લેતાં? કોઇ આપણને અટકાવે છે? વિશ્વગુરુ સાથે આવું કરવાની કોની મજાલ છે?
જી-20માં વિદેશ પ્રધાનોની બેઠક દિલ્હીમાં મળી. ‘હિન્દુ’માં લખ્યું છે કે પશ્ચિમી દેશો, રશિયા, ચીન વચ્ચેના મતભેદને કારણે સંયુકત યાદી ઘોંચમાં પડી.
સંદર્ભ યુક્રેનના યુધ્ધનો હતો. ગયા વર્ષે બાલીમાં મળેલી જી-20 પરિષદમાં આવી રીતે સંયુકત યાદી બહાર નહોતી પાડી શકાઇ. જો કે યજમાન દેશ ઇન્ડોનેશિયા કંઇ વિશ્વગુરુ નથી.

પ્રશ્ન એ છે કે આપણા પ્રમુખપદને કારણે પણ જો આપણે ઇન્ડોનેશિયા કે અન્ય કોઇ દેશ કરતાં અલગ પરિણામ આપી નથી શકતા તો આવા હલ્લા-ગુલ્લા કેમ?
ભારત લોકશાહીની માતા છે, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વિશ્વગુરુ છે પણ આ સમાચાર બહારથી આવે છે.
વર્લ્ડ પોપ્યુલેશન રીવ્યૂના આંકડા જણાવે છે કે તા. 3જી માર્ચને શુક્રવારે આપણી વસ્તી 142 કરોડ, 80 લાખ લોકોની હતી જયારે ચીનની વસ્તી 142 કરોડ અને 50 લાખ લોકોની હતી. આ વાત સત્તાવાર રીતે બહાર આવશે ત્યારે સાચે જ નાચ ગાન પુષ્કળ પ્રમાણમાં થશે.

આ બીજી વાર આપણે ચીનને વળોટી ગયા. 1947 પહેલાંના વર્ષમાં સંયુકત ભારત હતું ત્યારે પણ ભારત હંમેશા વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો ભાગ હતો.
આ સમાચાર બહારથી આવ્યા છે એમ આપણે શા માટે કહીએ છીએ? આપણે ત્યાં એક સદીથી વધુ સમયમાં પહેલી વાર વસ્તી ગણતરી થઇ નથી અને કયારે થશે તે ખબર નથી. બીજું આપણા સૌથી વધુ વસ્તીવાળા આ દેશમાં ફળદ્રુપતાનો દર ઘટતો જાય છે અને 2.0 પર છે જેનું સ્થાન અન્ય લઇ શકે છે. ધર્મને અને વસ્તીને જોડનારાં લોકો સામે કંઇક કહેવાનું છે. થોડાં વર્ષો પહેલાં આપણી વસ્તીમાં કામ કરી શકવાની ઉંમરનાં લોકોની વસ્તી વધતી હતી. એ જ ગાળામાં આપણા માનવ શ્રમબળની હિસ્સેદારીનો દર અને બેરોજગારી વધ્યાં એમ સરકારી આંકડા કરે છે.

કેન્દ્ર સરકારના અંદાજપત્રને વડા પ્રધાને અમૃતકાળ અંદાજપત્ર શિક્ષણની વાત કરતી વખતે ગણાવી.
‘અમૃતકાળ’ની વાત કરતી વખતે તેમણે જણાવ્યું કે 2047માં કે ત્યાં સુધીમાં ભારત વિકસિત થઇ ગયું હશે.
2014થી આપણે વૃધ્ધિદર પકડીને ચાલીએ તો દર વર્ષે 5.7 ટકાની વૃધ્ધિ ગણીએ તો 2047માં કયાં પહોંચીશું? માથાદીઠ 8800 ડોલર જે ચીનના અત્યારની રકમ કરતાં 4000 ડોલર ઓછો છે. જાપાનની વર્તમાન માથાદીઠ આવક કરતાં ચાર ગણાથી ઓછો અને અમેરિકાના એકંદર ઘરેલુ પેદાશના દર કરતાં નવ ગણો ઓછો હશે. આપણે આપણી જાતને વિકસિત ગણાવતાં હોઇશું તો વિકાસની વ્યાખ્યા બદલવાની છે? કે અન્ય દેશોનો વિકાસ દર નીચો લાવવાનો છે? કે આપણે ઝડપી બનવાનું છે? સૂત્રોનાં સર્જન અને શબ્દોના સાથિયા સિવાય બીજું શું છે? જે સરકાર પોતાનાં લોકોને ગણી નથી શકતી તે વૃધ્ધિની કઇ રીતે વાત કરી શકે? સ્વપ્નમાં રાચતા આપણને કોઇ નહીં અટકાવી શકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top