Dakshin Gujarat

વાપી: ઘર આગળ ઝઘડો નહીં કરવાનું કહેવા ગયેલા બેને સળિયા-લાકડા વડે માર માર્યો

વાપી: (Vapi) વાપીના ચલામાં પ્રમુખ સહજની સામે, પ્રમુખ બિવાન લેબર કોલોનીમાં મોહમદ મિરાજ મોહમદ હફીજ અંસારી (ઉં.38) અને બાજુમાં મિત્ર (Friend) કિશોર માહતો રહે છે. ધૂળેટીનો તહેવાર (Festival) હોય ડીજેના તાલે કેટલાક લોકો નાચી રહ્યા હતાં. ત્યારે મુકેશ પ્રજાપતિ, ઈકબાલ પ્રજાપતિ, કુલદેવ પ્રજાપતિ તથા મુકેશ વચ્ચે અંદરો-અંદર ઝગડો થયો હતો. મોહમદ મિરાજ તથા મિત્ર કિશોરના ઘર સામે ઝઘડો થતો હોય જેથી તેઓએ ઝઘડો નહીં કરવાનું કહ્યું હતું. જેથી ચારેય ઈસમોએ ગુસ્સામાં આવી જઈ તેઓની સાથે ઝઘડો (Quarrel) કરી લાકડા-લોખંડના સળિયા વડે બંનેને માર માર્યાો હતો. ઈજાગ્રસ્ત બંનેને વાપીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જે બાબતની ફરિયાદ મોહમદ મિરાજે વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી.

વાપી-કરવડમાં મોપેડ લઈને ચોરી કરવા આવેલો ચોર દુકાનમાંથી રોકડા ચોરી ભાગતા નહેરમાં પડ્યો
વાપી : કરવડ ગામ, હિન્દ કાંટાની સામે એમ.ડી. કોમ્પ્લેકસમાં આવેલી દુકાનમાં જીતેન્દ્રકુમાર નિષાદ (ઉં.35) કુંટુંબી ભાઈ અને મિત્રો સાથે રહે છે. ગત તારીખ 11-3-23 ના રોજ ગરમીને કારણે દુકાનનું શટર અડધુ ખુલ્લી રાખી સૂઈ ગયા હતાં. બીજા દિવસે મળસ્કે પોણા પાંચ વાગ્યાની આસપાસ કુંટુંબી ભાઈ જાગી જતા ચોર-ચોરની બૂમો પાડી હતી. જે બાદ ત્રણેય જણા ચોર ઈસમને પકડવા દોડ લગાવી હતી. ચોરી કરીને ભાગી રહેલો ઈસમ થોડે દૂર નહેરમાં પડી ગયો હતો. જે બાદ તેને નહેરમાંથી બહાર કાઢીને રૂમ ઉપર લઈ આવ્યા હતા અને રૂમમાં તપાસ કરતા પેન્ટમાં રાખેલા રૂ.14,500 ગાયબ હતાં. જે બાદ ઈસમનું નામ પૂછતા રાહુલ મધુકર ગાયકવાડ (ઉં.30, રહે. સુરત, મૂળ મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. તેઓ મોપેડ નં. ડીડી-01 બી-0361 લઈને આવેલો હતો અને મોપેડની ડીકીમાંથી બે મોબાઈલ ફોન મળ્યા હતાં. જે વાતની જાણ શેઠ મોહમદ અહેમદને કરતા તેઓએ પકડાયેલા ઈસમને બાંધી રાખવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેઓએ ચોરી કરવા આવેલા ઈસમના હાથ ખોલી નાસ્તો આપ્યો હતો. જો કે, ચોર ઈસમ ચોરીથી બચવા માટે રૂમમાં રાખેલ બલ્બ તોડી તેના હાથમાં અને શરીરે કાચ વડે ઈજાઓ પહોંચાડતો હતો. જે બાદ તેઓને વાપી ડુંગરા પોલીસ મથકે લઈ આવ્યા હતા અને તે બાબતની ફરિયાદ જીતેન્દ્ર નિષાદએ નોંધાવી હતી.

Most Popular

To Top