Vadodara

વડોદરા: સોશિયલ માડિયા પર કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો વાઇરલ કરનાર ત્રણ વિધર્મી ઝડપાયાં

વડોદરા: હાલમાં શહેરના શાંતિ ભર્યો માહોલ છે ત્યારે કેટલાક શખ્સો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ માડિયા (Social Media) પર હિન્દુ મુસ્લિમો વચ્ચે કોમી (Hindu-Muslim) ફેલાય તેવા વીડિયો વાઇરલ કર્યો હતો. પોલીસે (Police) ઝીણવટભરી તપાસ કરીને વીડિઓ વાઇરલ કરનાર ત્રણ વિધર્મીઓને ઝડપી પાડ્યા હતા. જે ગ્રૂપમાંથી વીડિયો વાઇરલ (viral Video) કર્યો હતો તે ગ્રૂપ ડીલીલ કરી નાખ્યું હતું.

આગામી તહેવારને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયામાં કોઇ પણ ધર્મની લાગણી દુભાઇ તેવી પોસ્ટ કે વીડિયો વાઇરલ ન કર માટે વોચ રાખવા માટે સૂચના આપી હતી. દરમિયાન સોશિયલ માડિયામાં ટવીટર પર એક વિધર્મી ચોકરી હિન્દુ છોકરાની સાથેની જાહેરમાં નામઠામ પૂછીને શહેરનું વાતાવરણ ડહોળાય તેવો ઉશ્કેરાટે ભરેલો વીડિયો વાઇરલ કર્યો છે.

વીડિયોની પ્રાથમિક તપાસમાં વીડિયો અકોટા બ્રિજ પરથી ઉતર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી એલસીબી ઝોન-2 પીએસઆઇ એ યુ દિવાન સહિતની ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે મુસ્તકીન ઇમ્તિયાઝ શેખ (રહે, ફતેપુરા સુથાર ફળિયા), બુરહાનબાબા નન્નુમીયા સૈયદ (રહે. હિના કોમ્પલેક્ષ ટાયટેનિયમ સોસાયટી સામે આયુર્વેદિક ત્રણ રસ્તા પાણીગેટ)સાહિલ સહાબુદ્દીન શેખ (રહે. પીરામીતાર મહોલ્લો, નહેરુભવનની સામે કીર્તી સ્તંભ રાજમહેલ રોડ વડોદરા) આરમી (ARMY OF MAHDI (AS) ગ્રૂપના એડમિન હોય તેમને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓના મોબાઇલ તપાસ કરતા ગ્રૂપ ડિલિટ કરી પુરાવાનો નાશ કરી નાખ્યો હતો.

તેની જગ્યાએ બીજુ નવુ ગ્રૂપ લશ્કરે આદમ નામનૂ ગ્રૂપ બનાવ્યું હોવાનું જણાયું હતું. ગ્રૂપ બાબતે આ શખ્સોની વધુમાં એવું જાણવા મળ્યું હતું કે આરમી (ARMY OF MAHDI (AS) ગ્રૂપ ચાર મહિના પહેલા બનાવ્યુ હતું જેમાંથી બે દિવસ પહેલા જ તમાને રિમૂવ કરી ગ્રૂપ ડિલીટ કરી નાખ્યું છે. જેથી ગોત્રી પોલીસે ઇપીકો કલમ 153(એ)505,201 મુજબ ગુનો દાખલ કરની ત્રણ આરોપીઓને ડીટેઇન કરી આગળની તપાસ શરૂ કરી છે.બોક્સ – આગામી તહેવોરાને ધ્યાનમાં રાખીને બાતમીદારો એક્ટિવ કરવા સાથે સોશિયલ મીડિયા પર વોચ રખાઇ રહી છે

આગામી દિવસોમાં તહેવારો શરૂ થવાના છે. ત્યારે શહેરમાં કોઇ પણ કોમી બનાવ ન બને માટે તકેદારીના ભાગરૂપે બાતમીદારો એક્ટીવ કરવાની સાથે સોશિયલ મીડિયા પર વોચ રખાઇ રહી રહી છે. દરમિયાન એક ટ્વીટર પર વાયરલ થયો હતો.જેમાં જુદા જુદા ધર્મના મહિલા અને પુરૂષ ફરતા હતા. તેમને થોડાક લોકોએ ઘેરી અને તેમની સાથે ગેરવર્તણુક કરી હતી. જેની તપાસ કરતા અમને જાણવા મળ્યું કે, એવા વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. જે ચોક્કસ લોકોને ટારગેટ કરે છે. જેમાં મહિલા અને પુરૂષ અલગ અલગ ધર્મના હોય. તેઓનું નેટવર્ક આખા શહેરભરમાં છે. જેમાં મોટાભાગના લોકો યુવાન છે. તેઓ અન્ય ધર્મના છોકરાઓ સાથે ફરતી છોકરી અને મહિલાઓ પર વોચ રાખતા હોય છે. અભય સોની ડીસીપી, ઝોન-2બોક્સ – પોલીસે વિધર્મીઓ પાસેના મોબાઇલ જપ્ત કરી એફએસએલમાં મોકલાશે, ડીલીટ કરેલા ફોટા વિડીયો પણ રિકવર કરાશે

સોશિયલ મીડિયા પર ઉશ્કેરાટ ફેલાયો વીડિયો વાઇરલ કરનારા વિધર્મીઓની એમઓ એવી છે કે તેઓ ચાર મહિના જેટલો સમય ગ્રુપ ચાલુ રાખે. પછી બીજુ ગ્રુપ ચાલુ કરી દે. તેઓ સતત ગ્રુપ બદલતા હોય છે. આ ગ્રુપમાં ઘણા લોકો જોડાયેલા હોય છે. તેઓ તેમની ફેમીલીને પણ બ્લેકમેલ કરતા હોય છે. તેઓ એવા ગ્રુપ ચલાવતા તેમાં કોઇ પણ છોકરી અને મહિલાને ટારગેટ કરતા હોય, અને અન્ય ધર્મના પુરૂષ સાથે દેખાય કે તેમનો વિડીયો ઉતારીને બ્લેકમેલ કરતા હોય છે. કોઇ પણ વિસ્તારમાં તેઓ તેમનો પીછો કરતા હોય છે, તેમનો ફોટો પાડતા હોય છે. તેમના મોબાઇલ ફોન જપ્ત કરીને એફએસએલમાં મોકલવામાં આવશે. જે ફોટા ડિલીટ કરી દેવામાં આવ્યા છે, તેને રિકવર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આવા લોકોથી ત્રસ્ત હોય તેવા લોકોને બહાર આવી પોલીસને જાણ કરવા અપીલ કરાઇ
મોબ લિન્ચીંગ અને કોમી ઘટનાઓ બનવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથીપોલીસે એવો ઓડિયો પણ મળ્યો છે કે જેમાં બીજા ધર્મના હોય તેમના મોબાઇલ ચેક કરો, તેમની પુછપરછ કરો. આમાં સંકળાયેલા તમામ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવશે. અન્ય ધર્મના હોય તેમને મારામારી કરવાનું પણ જાણવા મળ્યું છે. જેનાથી મોબ લિન્ચીંગ અને કોમી ઘટનાઓ બનવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ ગ્રૂપમાં જોડાયેલા તમામને બોલાવી પુછપરછ કરવાની તજવીજ પણ કરાઇ છે. કોઇ પણ પરિવાર આ પ્રકારના લોકોથી ત્રસ્ત હોય તે અમને જાણ કરો. તમામની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

આવા લોકો વિવિધ ધર્મના મહિલા પુરુષોને બ્લેક મેઇલ કરતા હોય છેતાજેતરમાં અકોટા બ્રિજ પાસે મહિલા પોતાના મિત્ર સાથે ફરતા હતા. ત્યારે ત્યાં બેઠા હતા ત્યારે 15 જેટલા લોકો આવ્યા અને તેમને ઘેરી લીધા હતા. ત્યાર બાદ તેમની પુછપરછ કરવામાં આવી હતી. મહિલાને પુછ્યું કે, તમે ક્યાંના છો, તમે કેવી રીતે અહિંયા ફરો છો, તમારી સાથે ગેરવર્તણુંક કરવામાં આવી હતી. આ વિડીયો અમારી પાસે આવ્યો હતો. જેની વધુ તપાસ કરતા સામે આવ્યું કે, આ પ્રકારના ગ્રુપ ચાલી રહ્યા છે. જેઓ વિવિધ ધર્મના મહિલા-પુરૂષને બ્લેક મેલ કરતા હોય છે. અને કોમી માહોલ ઉભો કરવાનો પ્રાયાસ કરતા હોય છે.

Most Popular

To Top