Vadodara

હરિયાણાથી ટાઇલ્સની પેટીઓની આડમાં લવાતો 2.64 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

વડદોરા: હરિયાણાથી (Haryana) ટાઇલ્સની પેટીની આડમાં દારૂ (Alcohol) ભરીને હાલોલથી વડોદરા (Vadodara) તરફ આવતી વેળા ગોલ્ડન ચોકડી પાસેથી પોલીસે (Police) ટ્રકમાં 2.62 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે હરીયાણાના ચાલકને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ, ટ્રાઇલ્સ, ટ્રક સહિત 22.55 લાખનો મુદ્દામાલ કબજે કરી હરણી પોલીસને સુપરત કરાયો છે. દારૂ મોકલનાર અને મંગવાનારને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતરમા્ં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વારસીયા વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડીને મોટી માત્રામાં કુખ્યાત બુટલેગર લાલુ સિંધીએ મંગાવેલો મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ કરી હતી. જેને લઇને સ્થાનિક પોલીસ સહિત વિવિધ એજન્સીઓ પણ એક્શનમાં આવી છે. 28 ઓગષ્ટના રોજ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ આઇ ભાટી અને પીએસઆઇ પી એણ ધાખડા સહિટની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન હાલોલ રોડ થઇ વડદોરા તરફ આવી રહેલા એક ટ્રકને શંકાના આધારે ગોલ્ડન ચોકડી પાસે રોક્યો હતો. ટ્રકમાં ડ્રાઇવર બેઠલો હતો જેનું પુછતાછ કરતા તેણે પોતાનુંજુબેર હુરમત ખાન (રહે. ગામ ભાજલાકા તા. તાવડુ જિ.મેવાત હરિયાણા) જણાવ્યું હતું.

તેને સાથે રાકીને ટ્રકમાં તપાસ કરતા 2.64 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વધુ કડકાઇથી પૂછપરછ કરતા ગામ ધરુહેરા તા.જિ. ગુડગાવથી અસ્પાક નામના શખ્સે દારૂ ભરીને આપ્યો હતો અને વડદોરામાં ફોન પર સંપર્કમાં રહેના શખ્સે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થો, ટાઇલ્સની પેટીઓ, ટ્રક બિલ્ટીઓ મળી 22.55 લાખનો મુદ્દામાલ કબજે કરીને હરણી પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો.જ્યારે દારૂ મોકલના તથા મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

વારસિયા વિસ્તારમાંથી 3.21 લાખ સાથે એક ઝડપાયો, મુકેશ મખીજાની વોન્ટેડ
વારસીયામાંથી દારૂનું મોસમોટુ નેટવર્ક ચાલી રહ્યું છે. હરણી વારસિયા રિંગ રોડ પર રાધાસ્વામી સોસાયટીના રહેણાક મકાન નંબર 9માં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે. તેવી મળેલી બાતમીના આધારે વારસીયા પીઆઇ એન જે ગોહિલે સ્ટાફ સાથે રેેડ કરી હતી .ત્યારે સ્થળ પરથી ગીરીશ ઉર્ફે ગુડ્ડુ લક્ષ્મણદાસ પહેલવાણી ઝડપાઇ ગયો હતો. જ્યારે મુકેશ મખાજાની (રહે. તરસાલીમકરપુરા0ને વોન્ટેડ જાહેર કર્યો હતો. સ્થળ પરથી વિદેશી દારૂને 3.21 લાખનો જથ્થો, મોબાઇલ રોકડા રકમ મળી 3.27 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે મુકેશ મખીજાની એસમએસીમાં પણ પકડાયો ન હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top