Vadodara

બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક પર બે ભાઇઓનો હિંસક હુમલો

વડોદરા: શહેરના એમ.જી. રોડ પર આવેલી શામળ બેચરની પોળમાં બહેન સાથેના પ્રેમ પ્રકરણને લઇને બે ભાઈઓએ મળીને યુવક પર હિંસક હુમલો કરી ઢોર માર માર્યો હતો. જેમાં યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસે઼ડાયો હતો. માર મારવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સિટી પોલીસે ગુનો નોંધીને હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.
માંડવી વિસ્તારમાં આવેલી શામળ બેચરજીની પોળમાં ગુરુવારે રાત્રીના સમયે 4થી 5 લોકો ધસી આવ્યા હતા અને શામળ બેચરની પોળમાં રહેતા અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લુબારામ રમેશભાઇ પ્રજાપતિને ઢોર માર મારવા લાગ્યા હતા.

જેના જાણ થતાં યુવકના પિતા રમેશભાઇ અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકને માર મારવા માટે બે બાઇક પર આરોપીઓ આવ્યા હતા અને લોકો ભેગા થઇ જતાં તેઓ બાઇક પર બેસી ભાગી ગયા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાકેશ ચૌધરી અને વિશાલ ચૌધરીની બહેન સાથે લુબારામ પ્રજાપતિને પ્રેમ સંબંધ હતો અને લુબારામે યુવતીને મેસેજ કર્યો હતો. જેથી બંને ભાઇઓ રાત્રે લુબારામના ઘરે પહોંચ્યા હતા અને અને અદાવત રાખીને હાથમાં પહેરલ કડા વડે લુબારામ પર હુમલો કરતા ઘવાઇ ગયો હતો. જેથી સિટી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવકના પિતા રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું ચોળાફળીની લારી ચલાવુ છું. 4થી 5 શખ્સો મારા દિકરાને માર મારતા હોવાની ખબર પડતા હું ઘરે પહોંચી ગયો હતો અને મારા દિકરો ઇજાગ્રસ્ત હોવાથી તેને હોસ્પિટલ લઇને આવ્યા છીએ.

Most Popular

To Top