SURAT

સુરતના 12 લાખ ગ્રાહકોની મનોરંજન, સ્પોર્ટ્સ સહિતની ચેનલો બંધ થઇ ગઇ

સુરત: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ચેનલોના (Channels) ટેરિફમાં 30થી 40 %નો વધારો કરાતાં મનોરંજન, સ્પોર્ટ્સ સહિતની ચેનલોનું પ્રસારણ (Broadcasting) અચાનક બંધ થઈ ગયું છે. એમએસઓ તેમજ કેબલ ઓપરેટરોએ (Cable Operator) પે ચેનલોનું પ્રસારણ બંધ કરતાં સુરતનાં 12 લાખ ગ્રાહકોનાં ટીવી પર બ્લેકઆઉટ છવાયો છે. ટ્રાઈ દ્વારા ચેનલોના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં શહેરના તમામ એમએસઓ તેમજ કેબલ ઓપરેટરોએ પે ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો નિર્ણય લેતાં મહિને 250થી 350નું પેકેજ લેનારા ગ્રાહકો અકળાયા હતા. કેટલાક વિસ્તારોમાં તો ફ્રી ટુ એર ચેનલો પણ બંધ થઈ જતાં મનોરંજનનું કોઈ સાધન ટેલિવિઝન પર રહ્યું નથી. MSO અને કેબલ ઓપરેટરનું કહેવું છે કે, મોંઘવારીમાં ચેનલોના ટેરિફમાં 40 % સુધીનો વધારો થશે તો ગ્રામ્ય વિસ્તારનું હાલનું 150થી 200 રૂપિયાનું પેકેજ 500થી 800 રૂપિયાનું થઈ જશે.

  • મોંઘવારીમાં ચેનલોના ટેરિફમાં 40 % સુધીનો વધારો થશે
  • શહેરી વિસ્તારોનું હાલનું 250થી 350નું પેકેજ 800થી 1100 રૂપિયા જેટલું મહિને થશે
  • ગ્રામ્ય વિસ્તારનું હાલનું 150થી 200 રૂપિયાનું પેકેજ 500થી 800 રૂપિયાનું થઈ જશે

મોંઘવારીમાં ચેનલોના ટેરિફમાં 40 % સુધીનો વધારો થશે
શહેરી વિસ્તારોનું હાલનું 250થી 350નું પેકેજ 800થી 1100 રૂપિયા જેટલું મહિને થશે. કારમી મોંઘવારીમાં નોકરિયાત, મધ્યમ વર્ગને આ વધારો પરવડે એમ નથી. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજીરોટીને પણ અસર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ TRAIએ તમામ કેબલ ઓપરેટર્સ, બ્રોડકાસ્ટર્સને નવા ટેરિફની જાણ કરી છે. ટ્રાઈના આદેશના વિરોધમાં કેબલ ઓપરેટર સંગઠન દ્વારા શહેરના તમામ ચાર મોટાં એમએસઓ જીટીપીએલ નેટવર્ક, સિટી કેબલ નેટવર્ક, ડેન ડિજિટલ નેટવર્ક અને ઈન કેબલ નેટવર્કના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. GTPL-ડેન-હેથ વે-ઈન કેબલ નેટવર્ક પર સ્ટાર પ્લસ, સોની ટીવી, ઝી ટીવી, સોની સબ, સ્ટાર ક્રિકેટ, આઈ ટીવીનું પ્રસારણ બંધ થયું હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું.

સોની, સ્ટાર અને ઝીની ચેનલોનું પ્રસારણ બંધ
ઓપરેટરો અને બ્રોડકાસ્ટર્સ વચ્ચેની લડાઈના કારણે ગ્રાહકો પોતાના મનપસંદ શોથી વિહોણા રહ્યા હતા. શનિવારે સાંજથી જ સોની, સ્ટાર અને ઝીની ચેનલોનું પ્રસારણ બંધ કરી દેતાં મહિલાઓ, બાળકો અકળાયાં હતાં. ટીવી ચાલુ કરતાં અચાનક જ ચેનલનું પ્રસારણ બંધ થતાં મનપસંદ શોથી અળગા રહ્યા હતા.

Most Popular

To Top