Charchapatra

આ કડવું સત્ય છે

મારવાડી અને સિંધીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટની ચક્કી કે સમોસા, પાણીપુરીના નાના ધંધા શરૂ કરી લે છે. ઉત્તર ભારતના છોકરા UPSC, ONGC, RAILWAY માટે તૈયારી કરે છે.દક્ષિણ ભારતના છોકરા IAS, IT, IIT, MEDICAL માટે તૈયારી કરે છે.એનાથી વધુ મહેનત આપણા ગુજરાતમાં છોકરાઓ ક્રિકેટ, સંમેલનો, પદયાત્રા, કૃષ્ણ જન્મોત્સવ, મેળાઓની મોજ, ગણપતિ, નવરાત્રિ વગેરે જેવી વ્યર્થ તૈયારીમાં કરે છે. દોસ્તો જોડે પાર્ટી પીકનીક અને બ્રાન્ડેડ કપડાં, શૂઝ, મોબાઈલ અને બાઈક Enjoy કરે છે. સમય અને ઉંમર વીતી ગયા પછી માતા-પિતાને માથે પથ્થર જેવા પડે છે. જે ઉંમરે સારા અધિકારી થવા માટેનું શિક્ષણ લેવામાં સમય ગાળવાનો હોય ત્યારે આપણાં તરુણો ગરબા દોઢીયા કરી કોઈ ગરબી મંડળના અધ્યક્ષ, કોઈ પક્ષના તાલુકાધ્યક્ષ, યુવાધ્યક્ષ, શાખાધ્યક્ષ કે કાર્યકર્તા હોય છે, જે ઉંમરે એમણે પોતાની કારકિર્દીની ચિંતા કરવાની હોય તે ઉંમરે ગલ્લે બેસીને દેશની ચિંતા કરતા હોય છે અને પછી બેરોજગારીનો કકળાટ કરે છે.આ કડવું સત્ય છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top