Charchapatra

આખા અર્થકારણને ફોલી ખાતી ઉધઇ

સેંકડો નહિ હજારો વર્ષથી હપ્તાખોરોને પોષવા એ રાજકર્તાઓને માફક આવી ગયું છે. વેંચીને ખાવ. જયારથી ચૂંટણી ખર્ચ પર લીમીટ આવી ગઇ છે ત્યારથી આ પ્રદૂષણ વધુ ફાલ્યું છે. આ એક જાતની ખંડણીનું સ્વરૂપ છે. (પ્રોટેકશન મની) આવા ખંડણીખોર અને હપ્તાખાઉને કાયદાનું ઉલ્લંઘન કરવાની બિન્ધાસ્ત પરવાનગી મળી ગઇ. જામીન ન મળતા હોય એવી ક્રિમિનલ આરોપી પૈસા પાત્ર હોય તો તેને એક રાત પણ જેલવાસ ભોગવવો પડતો નથી. દારૂબંધી નિષ્ફળ જવાનું કારણ જનતા જાણે છે. પોલીસ ચોકીની પાછળ જ જો દારૂની ભઠ્ઠી ચાલતી હોય અને પોલીસ અજાણ હોય એવું બની શકે ખરું? બુટલેગરો રાજકર્તાઓની નબળી નસને જાણતા હોય છે. સાયકલ પર ફરનારો ઉમેદવાર પ્લેનમાં ઊડતો થઇ જાય તે માટે ઉદ્યોગપતિ, દાણચોર, ડ્રગ સપ્લાયર, બુટલેગરોના સાથ સહકાર વગર તેનો ઉધ્ધાર થાય ખરો?
સુરત     – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top