SURAT

હજારો લોકો મુસાફરી કરે છે, તે સુરતની સીટી બસમાં આ મહત્ત્વનું સુરક્ષા સાધન જ નથી

સુરત (Surat) : તક્ષશિલાની (TakshShilaFire) આગ દુર્ઘટનામાં 22 બાળકોના મોત (Death) છતાં સુરત મનપાનું (SMC) તંત્ર ફાયર સેફ્ટિના (Fire Safety) નિયમોના પાલનમાં થોડો સમય કડક રહ્યા બાદ ફરી જૈસે થે જેવી સ્થિતિ થઇ ચુકી છે ત્યારે, સુરત મનપાની સંચાલિત જે સિટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) બસમાં બાળકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ રોજે રોજ હજારોની સંખ્યામાં મુસાફરી કરે છે તે બસોમાં જ ફાયર સેફ્ટિના સાધનો રાખવા મુદ્દે નિયમોનું પાલન થતુ નહીં હોવાનું બસની અંદર લગાવવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્યુશર એક્સપાયરી ડેટના કટાઈ ગયેલી હાલતમાં હોવાનું બહાર આવતા દિવા તળે અંધારા જેવો ઘાટ થયો હોવાની પ્રતિતિ થઇ રહી હોય આખરે મનપાના તંત્રએ આળસ ખંખેરીને તમામ ડેપો સંચાલકોને નોટિસ ફટકારી ૧૦ દિવસમાં તમામ ફાયર એક્સ્ટિંગ્યુશર બદલવા આદેશ આપ્યો હતો.

  • બસમાં લગાવવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્યુશર એક્સપાયરી ડેટના અને કટાઈ ગયેલા હોવાનું બહાર આવ્યુ
  • મનપા તંત્રએ આળસ ખંખેરીને છ ડેપો સંચાલકોને નોટિસ ફટકારી 10 દિવસમાં ફાયર એક્સ્ટિંગ્યુશર બદલવા આદેશ આપ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસની બસનું સંચાલન ખાનગી એજન્સીઓને સોંપી દેવાયું છે. તેમાં ઘણી એજન્સીઓ નિયમો નેવે મુકી રહી હોવાની બુમ ઉઠી રહી છે. એક બાજુ મનપાની સીટી બસમાં આગ લાગવાના બનાવો વારંવાર બની રહ્યા છે ત્યારે તેમાં મુકાયેલા ફાયર સેફ્ટિના સાધનો માત્ર શોભાના ગાંઠીયા જેવા હોવાની વાત બહાર આવવી તે મનપા માટે લાંછનરૂપ હોય મનપાની આંખમાં ધૂળ નાંખીને હજારો લોકોના જીવ જોખમમાં મુકનાર એજન્સીઓ સામે નક્કર કાર્યવાહી કેમ નથી થતી અને માત્ર નોટિસનો ખેલ કેમ થાય છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

અડાજણના જયોતીન્દ્ર દવે અને સર્કીટ હાઉસ સામેના રવિશંકર મહારાજ ગાર્ડનનું સંચાલન ટોરેન્ટ કરશે
સુરત : સુરત મનપા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે સવાસોથી વધુ ગાર્ડન બનાવાયા છે પરંતુ આ ગાર્ડનના ઓપરેશન અને મેન્ટેનન્સો ખર્ચ વધી રહ્યો હોય, મનપાના તંત્ર વાહકોએ આર્થિક ભારણ ઘટાડવા માટે બગીચાઓનું સંચાલન પીપીપી ધોરણે આપવાનુ શરૂ કરાયું છે. જેમાં ખાનગી એજન્સીઓની સાથે સાથે શહેરમાં કાર્યરત ઉધોગગૃહોને પણ મનપા દ્વારા અપીલ કરીને તેના સીએસઆર ફંડમાંથી બગીચાઓનું સંચાલન સ્વિકારવા અપીલ કરાઇ હતી જેના ભાગ રૂપે ટોરેન્ટ વીજ કંપની આગળ આવી હોય પદાધિકારીઓ સાથેની મીટિંગમાં હાલ બે ગાર્ડન પીપીપી ધોરણે આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જ્યારે એક લેકવ્યુ ગાર્ડન આપવા માટે વિચારણા ચાલી રહી છે.

વિસ્તૃત વિગતો મુજબ મનપા અત્યાર સુધીમાં 10 હજાર ચો.મીટર થી વધુ ક્ષેત્રફળ ધરાવતા ગાર્ડન પીપીપી ધોરણે આપી રહી છે. ત્યારે મનપા અને ટોરેન્ટ કંપની વચ્ચે આજે બેઠક થઈ હતી તેમાં જોગાણી નગર સ્થિત જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન અને સુરત સર્કિટ હાઉસ સામેનો રવિશંકર મહારાજ ગાર્ડન ટોરેન્ટ કંપનીને પીપીપી ધોરણે આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત પીપલોદ ખાતે આવેલો લેક વ્યુ ગાર્ડન પણ કંપનીને આપવા માટે વિચારણા થઈ રહી છે તે માટે કંપની અને પાલિકા બન્ને વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. જો આ વાતાઘાટ સફળ થાય તો આ ગાર્ડન પણ પીપીપી ધોરણે આપી દેવામા આવશે.

Most Popular

To Top