SURAT

હીરા ઉદ્યોગ બાદ હવે સુરતની ડાયમંડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર પણ મંદીની અસર દેખાઈ

સુરત : યુક્રેન – રશિયા યુદ્ધ, (Ukraine Russia War) અલરોસાની (Alrosa) રફ (Rough Diamond) પરનાં પ્રતિબંધો અને નબળી વૈશ્વિક અને ડોમેસ્ટિક ડીમાંડને પગલે હીરા ઉદ્યોગમાં દેખાઈ રહેલી મંદીની (Inflation) અસર હોવી ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ પડી છે. સુરતમાં (Surat Diamond Industry) સક્રિય નાના મોટા 450 કારખાનાઓમાંથી જોબ વર્ક પર ચાલતા 100 જેટલા નાના યુનિટોમાં વેકેશન પાડવામાં આવ્યું છે. જ્યારે 350 એકમોમાં વીકમાં શનિવાર અને રવિવાર રજા જાહેર કરવામાં આવી છે.

  • હીરા ઉદ્યોગની મંદી જ્વેલરી મેન્યુફેક્ચર્સને નડી, અઠવાડીયામાં 2 દિવસ કારખાનાં બંધ
  • નબળી વૈશ્વિક અને ડોમેસ્ટિક ડીમાન્ડને લીધે હીરાનો વેપાર વેપાર તૂટતા જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ કામના કલાકો ઘટાડવામાં આવ્યા

કામના કલાકો 4 થી 5 કલાક ઘટાડી સ્થિતિ સાચવવામાં આવી છે. જો સ્થિતિ નહીં સુધરે તો જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ 15 દિવસ વેકેશન રાખવા એસોસિએશન વિચારણા કરી રહ્યું છે. અછતને પગલે રફ મોંઘી થતાં 25% કટ એન્ડ પોલિશડ ડાયમંડનું ઉત્પાદન ઘટ્યું છે.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે સુરતના હીરા ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. સુરતના હીરા ઉદ્યોગની કંપનીઓ દ્વારા તૈયાર હીરાના ઉત્પાદનમાં 25 % નો કાપ મુકવો પડ્યો છે. એની સીધી ઇફેક્ટ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ પર પડી છે.

રશિયા- યુક્રેન યુદ્ધને એક વર્ષ બે મહિના થતાં હોવી એની વિપરીત અસર દેખાઈ રહી છે. રશિયાથી કાચા હીરાની આયાત પર અસર પડી છે. મંદીને લીધે અમેરિકા, યુરોપ અને ચીનથી માંગ પણ ઘટી છે. ઉત્પાદનમાં ઘટાડો કર્યા પછી પણ તેની કિંમતમાં કોઈ વધારો થયો નથી. એને લીધે સુરતના હીરાઉદ્યોગમાં વધુ લોકોની રોજગારી જતી રહેવાનું જોખમ વધી ગયું છે.

ભેળસેળ અટકાવવા DGFT એ લેબગ્રોન સ્ટડેડ જ્વેલરીનો HSN કોડ જાહેર કર્યો
કેન્દ્રનાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ વિભાગે ડાયમંડ જ્વેલરીમાં ભેળસેળ અટકાવવા લેબગ્રોન સ્ટડેડ જ્વેલરીનો HSN કોડ જાહેર કર્યો છે. અગાઉ 2017માં કુદરતી હીરા અને લેબગ્રોન ડાયમંડ માટે જુદા જુદા કોડ જાહેર કર્યા હતા. એ પછી લેબગ્રોન સ્ટડેડ જ્વેલરીને નેચરલ સ્ટડેડ જ્વેલરીનો કોડ આપી વેપાર ચાલતો હતો. પણ ઇન્ડિયન મેડ જ્વેલરીમાં નેચરલ ડાયમંડમાં લેબગ્રોન ડાયમંડની ભેળસેળ થતી હોવાની ફરિયાદો ઉઠતા વેપારમાં પારદર્શિતા લાવવા સરકારે આ નિર્ણય લીધો છે.

Most Popular

To Top