World

કોરોનાનાં કહેર વચ્ચે ચીન સરકારે પ્રતિબંધો હટાવી લેતા વિશ્વ ચોંક્યું

શાંઘાઈ: ચીન (China) માં કોરોના (corona) ના કારણે થયેલી તબાહી વચ્ચે ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના પગલે સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ જવા પામી છે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ સૌથી વધુ તબાહી ચીનમાં જ મચાવી છે. આ તબાહી વચ્ચે ચીનમાં લેવાલેયા નિર્ણયને લઇ સમગ્ર વિશ્વ ચોંકી ઉઠ્યું છે. આ પહેલા ચીને ડિસેમ્બરમાં જ વિવાદાસ્પદ કોવિડ પોલિસી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેનો ભારે વિરોધ થયો હતો. ચીનમાં કોવિડ પોલિસી પાછી ખેંચી લીધા બાદ કેસ ઝડપથી વધી રહ્યા છે.

કોરોના સંબંધિત આંકડાઓ છુપાવી રહ્યું છે ચીન
ચીનમાં એક તરફ કોરોનાને કારણે તબાહી ચાલી રહી છે, તો બીજી તરફ પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ચીનના આ નિર્ણયો ચોંકાવનારા છે. ચીને દાવો કર્યો છે કે છેલ્લા 6 દિવસથી કોરોનાને કારણે કોઈ મૃત્યુ થયું નથી. જોકે, સોશિયલ મીડિયા પર જે વીડિયો અને તસવીરો સામે આવી રહી છે તે કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. તસ્વીરોમાં સર્વત્ર તબાહીના દ્રશ્યો નજરે પડે છે. હોસ્પિટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા શહેરોમાં વધી રહેલા કોરોના કેસને કારણે દવાઓની ભારે અછત છે. ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ મોટી સંખ્યામાં સંક્રમિત છે. સ્મશાનગૃહો પર લાઇનો છે. આ બધાની વચ્ચે ચીન ન માત્ર કોરોના સંબંધિત આંકડાઓ છુપાવી રહ્યું છે, પરંતુ દેશમાં બધું બરાબર છે એવું બતાવવાની કોશિશ પણ કરી રહ્યું છે.

આ નિર્ણયોએ વિશ્વમાં ચિંતા વધારી

ચીને આંતરરાષ્ટ્રીય સરહદ ખોલવામાં આવશે
ચીને પોતાની સરહદો ખોલવાનો પણ નિર્ણય લીધો છે. હવે ચીનમાં રસ્તા અને પાણી દ્વારા આવવા પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવશે અને મુસાફરોની અવરજવર ધીમે ધીમે ફરી શરૂ થશે. આટલું જ નહીં, વિદેશથી કામ, ધંધો, અભ્યાસ શરૂ કરવા અથવા પરિવાર સાથે પરત ફરવા માટે આવતા વિદેશી પ્રવાસીઓ માટે સિસ્ટમ વધુ સારી બનાવવામાં આવશે અને તેમને ફરીથી વિઝા આપવામાં આવશે.

– ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પરથી પ્રતિબંધ હટાવવામાં આવશે
અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ચીનમાં ફાઇવ વન પોલિસી લાગુ કરવામાં આવી હતી. આ મુજબ દરેક વિદેશી એરલાઈન્સ ચીનમાં માત્ર એક જ હવાઈ માર્ગ અપનાવશે અને અઠવાડિયામાં એક ફ્લાઈટ ઓપરેટ કરશે. આમાં પણ મુસાફરોની સંખ્યા પર નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ચીને આ નીતિને પણ ખતમ કરવાની જાહેરાત કરી છે. જો કે, ફ્લાઇટમાં મુસાફરોએ હજુ પણ માસ્ક સહિત અન્ય કોરોના નિયમોનું પાલન કરવું પડશે.

ચીનમાં કોરોના હવે ‘ગંભીર રોગ’ નહિ ચેપ કહેવાશે
ચીનના પ્રશાસને કોરોના સામે લડવા માટે નવી રણનીતિ બનાવી છે. હવે ચીને કોરોનાને વર્ગ B રોગની શ્રેણીમાં મૂક્યો છે. ડેન્ગ્યુ તાવ જેવા ઓછા ગંભીર રોગોને આ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, ચીનમાં હવે કોરોનાને ન્યુમોનિયા નહીં પણ ચેપ કહેવાશે. નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે આ ફેરફાર રોગના વર્તમાન ખતરાના સ્તરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. 2020 થી, કોરોના વર્ગ A શ્રેણીમાં હતો. ત્યારબાદ કોરોના કેસ આવ્યા બાદ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. ચેપગ્રસ્ત લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. સંબંધિત વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. કેસ વધતાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ હવે બી કેટેગરીમાં આવું નહીં થાય. એટલે કે, હવે ધ્યાન માત્ર જરૂરી સારવાર અને ચેપથી બચવા પર રહેશે.

– કોરોનાના આંકડા જાહેર કરવામાં આવશે નહીં
આ પહેલા રવિવારે નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું કે તે હવે કોવિડના આંકડા જાહેર કરશે નહીં. કમિશન દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે કોરોના સંબંધિત ડેટા ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જાહેર કરવામાં આવશે. જો કે, સીડીસી કેટલી વાર ડેટા જાહેર કરશે તે જણાવવામાં આવ્યું નથી. સીડીસી ચીનમાં ઓછા ચેપનું સંચાલન કરે છે.

ચીનમાં 20 દિવસમાં 25 કરોડ કોરોના પોઝિટિવ
ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં છેલ્લા 20 દિવસમાં 25 કરોડ (250 મિલિયન) લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સરકારી દસ્તાવેજો લીક થયા બાદ આ વાતનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, મહિનાના પહેલા સપ્તાહમાં ‘ઝીરો-કોવિડ પોલિસી’માં મુક્તિ મળ્યા બાદ સ્થિતિ ચિંતાજનક બની હતી અને માત્ર 20 દિવસમાં, સમગ્ર ચીનમાં લગભગ 250 મિલિયન લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના નેશનલ હેલ્થ કમિશનની બેઠકમાં ચેપ સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠક માત્ર 20 મિનિટ સુધી ચાલી હતી અને હવે તેના દસ્તાવેજો લીક થઈ ગયા છે. આંકડા અનુસાર, 1 થી 20 ડિસેમ્બરની વચ્ચે, 248 મિલિયન લોકો કોવિડ -19 થી સંક્રમિત થયા હતા, જે ચીનની વસ્તીના 17.65 ટકા છે.

Most Popular

To Top