Vadodara

કોરોનાને કારણે બંધ કરાયેલી વડોદરા દર્શન બસ જૂના દરો સાથે ફરી શરૂ થશે

વડોદરા : વડોદરા મહાનગર પાલીકા દ્વારા વડોદરા બહારથી આવતા મુલાકાતીઓ માટે વડોદરાના જોવા લાયક સ્થળો  માટે વડોદરા દર્શન બસની શરૂઆત સાંસદની ગ્રાન્ટ માંથી 2019 શરૂ કરવામાં આવી હતી જે 2020માં  કોરોનાને પગલે બંધ કરવામાં આવી હતી. અને ઓરજના પૈસા અને સંસાફનું અનુદાન વ્યર્થ ગયું. આ સમાચારને ગુજરાતમિત્રએ બતાવ્યા હતાં ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગુજરાતમિત્રએ બનાવેલ સમાચારને  ગંભીરતાથી લઈને શરૂ કરવાનો નિર્ણય કરીને તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરને સ્માર્ટ સિટીમાં સ્થાન મળ્યું છે તેને લઈને શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

પરંતુ સ્માર્ટ સીટી અંતર્ગત પાલિકા દ્વારા માત્ર કાગળ પર જ ઘોડા  દોડાવીને પ્રોજેક્ટ કમ્પલેટ થઈ ગયા છે. તેવા રિપોર્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સુપરત કરે છે જોકે હકીકત તો કંઇ અલગ જ છે જેમાં.’વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટ ના અનુમોદન માંથી એક બસ કોર્પોરેશન ને આપવામાં આવી હતી, 18 નવેમ્બર 2016 ના રોજ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ બસ નું લોકાર્પણ કર્યું હતું. વડોદરા દર્શન’નાં નામથી હેરિટેજ બસ  સેવા પાલિકાએ 2019માં  ચાલુ કરી હતી. પરંતુ ટૂંક સમયમાં જ આ સેવા બંધ થઈ જતા, પાલિકાના-જનતાનાં અને સાંસદ રંજન ભટ્ટના 33 લાખ રૂપિયા પાણીમાં ગયા.સાંસદની ૨૫ લાખની ગ્રાંટમાંથી આ બસ સેવા ચાલુ થઈ હતી.આશરે ૮ લાખનું  પાલિકાએ પણ યોગદાન આપ્યું હતું. બે વર્ષથી આ સેવા સદંતર બંધ થઈ ચુકી છે.

બહારગામથી આવતા પ્રવાસીઓ ને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના વડોદરા સ્ટેટ નો વારસોજોવા મળે તે માટે આ બસ સેવા શરૂ કરાઇ હતી . લક્ષ્મી વિલાસ પેલેસ, ન્યાય મંદિર, ચાર દરવાજા, માંડવી, કોઠી કચેરી, કીર્તિ મંદિર, સુરસાગર સહિત ની ઐતિહાસિક ઇમારતો સાથે  સયાજી બાગ, આજવા સરોવર ને જોવા માટે દેશ વિદેશ થી પર્યટકો વડોદરા આવતા હોય છે.જેને કારણે  હતું જોકે માંડ 2 વર્ષ બસ ચાલ્યા બાદ કોર્પોરેશન ના વહિકલ પુલ ખાતે બસ પડી રહી હતી. .  કોરોના કાળ  પૂરો થઈ ગયો છે. ત્યારે  સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલએ ગુજરાતમિત્રને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા વડોદરા દર્શન બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવશે. શહેરના જોવા લાયક સ્થળની નવેસરથી યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આગામી મહિનામાં  આ બસને ફરીથી ચાલુ કરવામાં આવશે. બસના દરમાં કોઈજ વધારો કરવામાં નહીં આવે. જુના દરો જ રાખવામાં આવશે.

Most Popular

To Top