Gujarat

ગુજરાતમાં દારૂની પરમીટ ધારકોની સંખ્યામાં વધારો થયો

ગાંધીનગર : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ધુમ વેચાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમીટ કાઢી આપવામાં આવે છે. પરમીટ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં દાયકાઓથી દારૂ પીવાની સાથે, દારૂના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ છે.બીજી તરફ વિદેશી પ્રવાસીઓને એરપોર્ટ પર જ દારૂના સેવન માટે એક સપ્તાહની ટુરિસ્ટ પરમીટ અપાય છે. જયારે તાજેતરમાં રાજય સરકારે હવે ગાંધીનગર નજીક ગીફટ સીટીમાં દારૂબંધી હળવી કરવાનો નિર્ણય લીધો છે.
રાજયમાં તબીબી પ્રમાણપત્રના આધારે દારૂની પરમીટ ધારકોની સંખ્યા ઝડપથી વધી છે.નવેમ્બર 2020માં ગુજરાતમાં લીકર પરમીટ ધારકોની કુલ સંખ્યા 27,452 હતી, જે હાલ વધીને 43,470 થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ લીકર પરમીટ આપવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ 13,456 લીકર પરમીટ અમદાવાદ જિલ્લામાં આપવામાં આવી છે. ત્યારબાદ સુરતમાં 9238, રાજકોટમાં 4502, વડોદરામાં 2743, જામનગરમાં 2039, ગાંધીનગરમાં 1851 અને પોરબંદરમાં 1700 લીકર પરમીટ આપવામાં આવી છે.

Most Popular

To Top