Business

ધન્ય છે આવી મહિલાઓને…

તા. 18-12-23ના ગુજરાતમિત્રમાં રાગદરબારી કોલમમાં દેશની મહિલાઓ માટે ઉત્તમ સમાચાર આફ્યા છે એના ઉત્તર ગુજરાતમાં થરાડ ગામનો દાખલો ટાંકયો છે. થરાડ ગામની અમુક મહિલાઓ દેહ વ્યાપાર માટે પ્રખ્યાત છે. આ મહિલાઓને દેહવ્યાપારનાં ધંધામાંથી છોડાવા સરકાર તથા એનજીઓ બીડું ઝડપ્યું. પુરેપુરી સફળતા મળી શકી નથી પરંતુ ઘમી દેહવ્યાપાર કરતી મહિલાઓએ ગામમાં આવેલા અંબાજીના મંદિરે નવરામમાં જઇ શપથ લીધા કે અમે આજથી દેહ વ્યાપારનો ધંધો નહીં કરીએ અને ગરબા ગાય.

આ મહિલાઓ ઘરે અગરબત્તી બનાવવાનું શરૂ કરી અંબાજી મંદિરમાં જ વેચવા મૂકી અને એમાંથી પોતાનો ઘરસંસાર ચલાવવા માંડયો. આ મહિલાઓ નીચધંધામાં પોતે બહારઆવી એટલે એ મહિલાઓને ધન્યવાદ આપવા જોઈે આ દાખલાથી બીજી મહિલાઓ પણ ઘરગથ્થુ વસ્તુઓ બનાવી વેચે તો કુટુંબના નિર્વાહમાં મદદરૂપ થઇ શકે છે. ઘણી એવી ઘરગથ્થુ ઉપયોગમાં આવે વસ્તુ છે જે ઘરે જ બની શકે છે. પુરુષો તો નોકરી ધંધો કરતાં હોય છે એટલે ઘરે રહેતી મહિલાઓ બેગા મળી ઘરગથ્થુ વસ્તુ બનાવી બજારમાં વેચે તો કુટુંબ નિર્વાહમાં ઘણી મદદરૂપ બની શકે. અભણ તથા ઓછું ભણેલી મહિલાઓ ઘરગથ્થુ વપરાશની વસ્તુઓ બનાવી બજારમાં વેચી શકે છે.ઘણાં દુકાનદારો પણ આમાં મદદ કરવા તૈયાર હોય છે. કારણ તેઓને પણ કંપની કરતાં ઘરગથ્થુ વસ્તુઓ સસ્તમામાં મળે છે એટલે થોડે નફે બહોલો વેપાર કરી શકે છે. ગામડાંની મહિલાઓને ખાસ વિનંતી છે કે આરીતે ઘરગથ્થુ બનાવવામાં જોડાય અને કુુટુંબને મદદરૂપ થાય.
સુરત     – ડૉ. કે. ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મિમિક્રી સંસદમાં
સરકાર મહતાના કાયદાને ફાઇનલ કરતાં પહેલા રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરવી જોઇએ મુક્ત અર્થતંત્રને નામે ટેક અને ટેલીકોમ કંપનીઓને ટ્રી હેન્ડ આપવાથી સ્વદેશી ઉદ્યોગ રોજગાર સર્જન અને રાષ્ટ્રીય સુરક્ષા નહી અંદાજ કરાય તો વિકસિત દેશનું સપનું તૂટી શકે છે? રોમ જ્યારે સળગી રહ્યું હતું ત્યારે નીચે વાંસળી વગાડી રહ્યો હતો એ જ રીતે સંસદમાં ઐતિહાસિક કાયદાઓ પસાર થવાના સમયે ચર્ચાને બદેલ વિપક્ષી સાંસદ મિમિક્રી વિવાદમાં ડૂબેલા રહે છે. એટલે ચર્ચા-વિચારણા ક્યાં થાય? આમ દેશનાં સાંસદો તે ચર્ચા વગર પસાર થતા કાયદા મિમિક્રી કરતા વધુ ખતરનાક વિરોધપક્ષનાં સાંસદો વિચારશે ખરા?
ગંગાધરા – જમિયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top