Charchapatra

નવલી નવરાત્રી મહોત્સવ અને પ્રાચીનકાળથી જુના અંબાજી મન્દિર!

અત્રેના સુરત ખાતે ભાગળ સ્થિત અંબાજી રોડ મુકામે આવેલ જુના અંબાજી મન્દિરે અનેકો ભક્તજનો નવરાત્રી દરમિયાન ઉમટે છે  ખેર, ગોરાઓના શાસન દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ સુરતમાં આક્રમણ માટે આવતા ત્યારે એ  અચૂક જ  માજીને નમન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા ! સને 1960 યા તે અરસામાં  શાંતિનો છંદ અને માજીની સ્તુતિ અમીચંદ ઘ્વારા રચિત  આજ પર્યન્ત સુધી અકબંધ રીતે ગવાય  છે આમ કોટ વિસ્તારમાં તળ સુરતીઓ માટે  આ પ્રાચીન મન્દિર સુમારે 400 વર્ષ પુરાણું હોવાથી  સરકારના પ્રવાસન, યાત્રાળુ, દેવ અને દેવ સ્થાન સંચાલન વિભાગે તેમજ પુરાતત્વ ખાતાએ જુના અંબાજી મંદિરનો વિકાસ, ઉતકર્ષ,ઉત્થાન, જીર્ણોદ્ધાર કરી રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવું રહ્યું !
સુરત     – સુનિલ રા. બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મહામાનવ મહાવીર મહાત્માને નમે તે ન.મો
ભારતની જ નહીં પણ દુનિયા આખીની પ્રજાને પણ ન.મો.નો કોઇ વિકલ્પ દેખાતો નથી. આઝાદીના પહેલા આંબેડકર અને ગાંધીના મતાંતરમાં મનુસ્મૃતિ કેન્દ્રમાં હતી. આંબેડકરે ધર્માંતરણ કરી લીધું. જયારે ગાંધીએ બુધ્ધની કરુણા અને મહાવીરની અહિંસાને મનુસ્મૃતિના આંગળિયાત બનાવી દીધા. જયારે આઝાદી બાદના કારણના રાજકારણમાં કટોકટી દરમ્યાનની શનિની અઢી વર્ષની પનતીના વનવાસમાં ધરમપુરના આદિવાસીઓના વરસાદી ડુંગરદેવ અભિનાથ મહાદેવ એમને માટે શકિત પીઠ જેવા બન્યા હતા. પરિણામે ન.મો. જેવા અભિનવ નેતાના મૂન ડિન રહેવાના.
ધરમપુર           – ધીરૂ મેરાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top