Charchapatra

ભગવાનમાં માનો છો? તો તમારા વ્યવહાર શુધ્ધ કેમ નથી?

વિશ્વમાં કોઇક ને કોઇક અલૌકિક શકિતને ભગવાન માનવામાં આવે છે પણ આપણા ભારતની તો વાત જ અનોખી. અહીં જેટલી વ્યકિત એટલા ભગવાન પ્રત્યેકના ભગવાન પણ વળી અલગ અલગ માની લઇએ તેમાં કશું ખોટું પણ નથી. ચારિત્ર્ય ઘડતર માટે આપણે જેને શ્રેષ્ઠ ભગવાન ગણતા હોઇએ તેનું વ્યકિતત્વ મોટો ભાગ ભજવે છે પણ આપણે સૌ તો તેમની પૂજા અર્ચના માત્ર કરતા રહીએ છીએ. બીજી તરફ સમાજજીવનમાં દરેક પ્રકારના અત્યાચાર માઝા મૂકી રહ્યા છે ત્યારે વિચારવું રહ્યું કે આમ કેમ? એક વાત તરફ ધ્યાન જાય છે આપણે સૌ ભગવાનને તો માનીએ છીએ પણ જેને ભગવાન માનીએ તેમણે જીવન આચરણ દ્વારા આપણને ઉપદેશેલી વાતોને સાંભળીએ માનીએ કે આચરણ મૂકીએ છીએ ખરાં? સમાજમાંથી અત્યાચાર દૂર કરવો હશે તો આપણે સૌ ભગવાન કરતા પણ ભગવાનની વાતોને માનવી પડશે, સાંભળવી પડશે તે નક્કી.
નવસારી           – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

‘મા-બાપ ને ભૂલશો નહીં’ અભિગમથી સાંપ્રત પ્રવાહમાં ‘વડવા’ પરંપરાથી આપણે ચોઈસ ફેમિલી ભૂલી ગયા
પહેલાં બાળઘડતર માટે એક કહેવત પંકાયેલી હતી કે “મા-બાપને ભૂલશો નહીં” અને હવે બાળક માટે એક સૂત્ર છે કે “મૂળ પકડાઈ જાય તો ફૂલ ખીલે.”.બાળકોના  બાળપણ માટે માતા-પિતાએ સંસ્કારનું ઘડતર કરવાની યોગ્ય  જવાબદારી હોય છે.બાળકોનું યોગ્ય ઘડતર અને માતા-પિતાની જવાબદારી માટે લગભગ એક દાયકાથી અંકલેશ્વરમાં જનની ચિંતનસભા ચાલે છે.જેમાં ગુજરાતભરના ગ્રીન માઈન્ડેડ વકતા સ્પીચ આપવા માટે આવતા હોય છે.પાંચેક વર્ષ પર “મા_બાપ_ને_ભૂલશો_નહીં” અલગ વિષય પર   બાળઘડતર  અને તેના ઉછેર માટે માતૃત્વભાવની સચોટ સમજ આપી હતી. આપણે ક્યારેક બાળકોને એવો પ્રશ્ન કરીએ કે  શું કામ ભણે છે ત્યારે બાળક કાંઈ બોલે નહિ અને માતા તરફ મોઢાથી ઈશારો કરે છે.(એનો અર્થ આપની પરંપરા બાળક માતા-પિતા માટે ભણવાની ઈચ્છા દર્શાવતા હોય છે).

સાંપ્રત પ્રવાહમાં “વડવા”ઓ ચોઈસ ફેમિલી નથીનો અહેસાસ થાય છે.એકલા રહેવાની આજની પરંપરાને લઈને સામાજિક લોકોએ  વ્યાખ્યા બદલવાનો વારો આવશે. બાળક નાનું હોય ત્યારે હંમેશા પોતાની માતા સાથે વહાલથી રહેતો હોય છે.ઘણા બનાવોમાં અણધાર્યા શબ્દો માતા પોતાના બાળક સામે બોલીને કકળાટ ઊભો કરતા હોય ત્યારે આપણે ચોઈસ ફ્રેન્ડલી નકારાત્મકનો અહેસાસ કરાવીએ છીએ. દેશભરમાં વૃધ્ધાશ્રમો વધે એમાં કારણો તપાસો તો  ઘણી જગ્યાએ મા-બાપ પણ જવાબદાર હશે જ. કારણ કે બાળકો માટે બાળઘડતરનું વાતાવરણ બનાવી શકતાં નથી અને આપણે પણ બાળકો બગડી ગયાં છે એવો ઉદ્દગાર નીકળતો નથી.કમનસીબે આપણે જ બગાડ્યા છીએ એવો વસવસો ઊ ભો થતો હોય છે.
ભરૂચ- વીરેન્દ્રસિંહ અટોદરિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top