જોકોવિચના કોવિડ ટેસ્ટની કાયદેસરતા પર પ્રશ્ન ઊભા થયા

નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવા જે કોવિડ પોઝિટીવ પરિણામો રજૂ કર્યા હતાં તેની વૈધતા અને સમય પર પ્રશ્નો ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્ટાર ટેનિસ ખેલાડીને ઓસ્ટ્રેલિયામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. વેક્સિનના વિરોધી જોકોવિચે પોતાના પોઝિટીવ સ્ટેટસના પુરાવાના રૂપમાં ઓસ્ટ્રેલિયાની એક અદાલતમાં બે દસ્તાવેજ જમા કર્યા હતાં. વેક્સિન ન મૂકાવી હોય તેવી વ્યક્તિને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશની મંજૂરી નથી તે નિયમથી છૂટ મેળવવા તેણે પોતે કોરોનાથી સાજો થયો છે તે માટે દસ્તાવેજ જમા કરાવ્યા હતાં.

જો કે તેના 16 ડિસેમ્બરના ટેસ્ટની ક્રમ સંખ્યા તેના બીજા 22 ડિસેમ્બરના ટેસ્ટ કરતાં ઊંચી છે, એમ એક અહેવાલમાં જણાવાયું હતું.પ્રથમ ટેસ્ટ પરનો કોડ પણ ક્રમ બહારનો દેખાય છે, તેને જોઈને ખબર પડે છે કે તે બાદની તારીખમાં જમા કરાયા હતાં. વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડીની અરજી ઓસ્ટ્રેલિયન વહીવટીતંત્રએ નામંજૂર કરી હતી જો કે આ આધારે નહીં. 16 ડિસેમ્બરે તેના પોઝિટીવ ટેસ્ટ પર કોડ 73719999 છે જ્યારે બીજા દસ્તાવેજ પર સંખ્યા 7320919 છે.

Most Popular

To Top