Vadodara

‘જેને નોનેવેજ ખાવું હોય તે ખાઈ શકે છે’ના નિવેદન બાદ પાલિકા નિષ્ક્રીય

વડોદરા : રાજકોટના મેયર શરૂ કરેલા વેજ નોનવેજ ને અભિયાન બાદ વડોદરાએ તે અભિયાન ફોલો કર્યું હતું. મુખ્યમંત્રી એ સ્પષ્ટતા કરી હતી કે જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ દૂર કરાશે. પ્રદેશ પ્રમુખ છે મંત્રીને સહિત સૌને વેજ નોનવેજ બાબતે મૌન રહેવાનો આદેશ કર્યો હતો. મુખ્યમંત્રીના આદેશ બાદ પાલિકાની કામગીરી પર રોક તંત્ર મૂંઝવણમાં મૂકાયું હતું. માર્કેટ સુપરવાઇઝર વિજય પંચાલે જણાવ્યું હતું કે નોનવેજ ની લારી અને દુકાનો ઉપર છેલ્લા છ દિવસમાં ૭૦થી ૮૦ વેપારીઓને પાલિકા ની સૂચન ની પાલન કરવાની જાણકારી આપી છૅ. કોઈ અગમ્ય કારણોસર બુધવાર અને ગુરુવારના રોજ કામગીરી બંધ રાખવામાં આવી છે તેવા અમને આદેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના મેયરે વેજ નોનવેજ અભિયાન પગલે વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ અધિકારી સાથે બેઠક યોજી હતી અને જાહેરાત કરી હતી કે જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થાય એવા આમલેટ ,માસ ,મટન મચ્છી,(માંસાહારી) પદાર્થ જાહેર જનતાને દેખાય નહીં તે વેચવા નું સૂચન કર્યું હતું. ૧૧મી નવેમ્બરના રોજ સૂચન કર્યા બાદ છ દિવસમાં જ પાલિકાની કામગીરી પર રોક લાગી ગઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ બાફ્યુ હતું તેને લઈને નોનવેજ લારીઓએ પાલિકાનો વિરોધ પણ કર્યો હતો. સૂરમાં સૂર મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પુરાવ્યો હતો અને લારી ધારકો જે ઊભા રહે છે લેન્ડ ગ્રેબીગ નો નવો વિવાદ છેડયો હતો.

ડો.હિતેન્દ્ર પટેલે ઉતાવળમાં જાતે જ નિર્ણય લઈ સૂચન કરતાં ભીંસમાં મૂકાયા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ઉત્સાહમાં આવીને વેજ નોનવેજ લારી-ગલ્લા નું અભિયાન શરૂ કર્યું હતું. કોઈ વ્યવસ્થા કે તૈયારી કર્યા વગર જ સૂચન જારી કરી દીધું હતું. મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ કે આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્ય આ મુદ્દે કાંઈ જાહેર નહતું કર્યું. આજ સુધી શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરનામું, પરિપત્ર, આદેશ કે હુકમ પાલિકાએ બહાર પાડયું નથી.  તૈયારી વિના રાજકોટના નિર્ણયને ફોલોઅપ કરવા ગયા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલનો જે વિષય નથી તેના પર તેઓએ સૂચન આપી પાલિકા કામગીરી શરૂ કરી હતી. નોનવેજ ખુલ્લું નહીં મૂકવું તે આરોગ્ય વિભાગની કામગીરીમાં આવે છે.

વિકાસના કામોમાં સાવ નિષ્ફળ પાલિકા ધ્યાન ભટકાવવા નીત-નવા ફતવા બહાર પાડે છે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સૂચન શહેરના ૧૬ હજાર લારી-ગલ્લા તો તેમજ તેમના પરિવાર આ પ્રકારની જાહેરાત બાદ ઊંઘ હરામ થઇ ગઈ હતી. વેજ હોય કે નોનવેજ ની લારી હોય પોતાના પરિવાર માટે આજીવિકા માટે ચલાવતા હોય છે. મજબૂરીમાં કામ કરતા હોય છે. એક લારી પર તેમના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે જેમાં તેમના માતા-પિતા પત્ની બાળકોનું પાલન પોષણ થતું હોય છે. જેમાં તેઓ કોલેજની ફી, લાઈટ બિલ, અને ઘરનું ભાડું સહિત જીવન જરૂરિયાતની વસ્તુમાં ખર્ચ કરતા હોય છે.

નોનવેજની લારીઓ મુદ્દે સ્થાયી અધ્યક્ષે કહ્યું, સમરસતાં જાળવીને જીવું જોઈએ!

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નોનવેજ ની ઝુંબેશ ચાલુ છૅ. અને હાઇજેનિક ફૂડ રાખવો ટ્રાફિકને નડતર ના થાય તે કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે તે બાબતે તેમણે જણાવ્યું હતું કે લોકશાહી દેશ છે. બધા એ સમરસતા જાળવીને જીવું જોઈએ.

Most Popular

To Top