National

.. તો બળાત્કારીઓ ગ્લવ્ઝ પહેરીને બળાત્કાર કરશે: મુંબઈ હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટના જ્જે બકવાસ કહ્યો

નવી દિલ્હી: (New Delhi) મુંબઈ હાઈકોર્ટ (Mumbai Highcourt) દ્વારા એક રેપ (Rape) કેસમાં ‘સ્કીન ટૂ સ્કીન કોન્ટેક્ટ’ (Skin To Skin Contact) વાળો ચૂકાદો (Judgement) આપવામાં આવ્યો હતો, તે ચૂકાદાને આજે સુપ્રીમ કોર્ટ (Supreme court) દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે. મુંબઈ હાઈકોર્ટના આ ચૂકાદાના લીધે વિવાદ ઉભો થયો હતો. હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે, પોક્સો એક્ટ હેઠળ યૌન ઉત્પીડનનો ગુનો ત્યારે જ માની શકાય જ્યારે આરોપી અને પીડિતા વચ્ચે સ્કીન કોન્ટેક્ટ થયો હોય. હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ અને એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જ્જ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટીસ બેલા એમ. ત્રિવેદીએ હાઈકોર્ટના ચૂકાદાને રદ કરી દીધો હતો.

  • સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ વિના પણ પોક્સો એક્ટ લાગુ પડશે: પોક્સો એક્ટ હેઠળ ગુનો સાબિત કરવા માટે ફિઝિકલ અથવા સ્કીન કોન્ટેક્ટની શરત મૂકવી એ હાસ્યાસ્પદ છે. તેના લીધે પોક્સો એક્ટનો ધ્યેય પૂરી રીતે ખત્મ થઈ જાય છે. આ એક્ટને બાળકોને યૌન અપરાધથી બચાવવા માટે ઘડવામાં આવ્યો છે.

જસ્ટીસ બેલા ત્રિવેદીએ મુંબઈ હાઈકોર્ટના ચૂકાદાને બકવાસ ગણાવતા કહ્યું કે, પોક્સો એક્ટ હેઠળ ગુનો સાબિત કરવા માટે ફિઝિકલ અથવા સ્કીન કોન્ટેક્ટની શરત મૂકવી એ હાસ્યાસ્પદ છે. તેના લીધે પોક્સો એક્ટનો ધ્યેય પૂરી રીતે ખત્મ થઈ જાય છે. આ એક્ટને બાળકોને યૌન અપરાધથી બચાવવા માટે ઘડવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, મુંબઈ હાઈકોર્ટની સ્કીન કોન્ટેક્ટની શરત માની લેવામાં આવે તો પછી તો ગ્લવ્ઝ પહેરીને બળાત્કાર થવા માંડશે અને બળાત્કારીઓ બચી જશે. પછી તો ખૂબ જ વિચિત્રિ સ્થિતિનું નિર્માણ થશે. ટોચની અદાલતે કહ્યું કે, નિયમ એવા હોવા જોઈએ કે જેથી કાયદો મજબૂત થાય. નહીં કે કાયદો જ ખત્મ થઈ જાય.

સ્કિન ટુ સ્કિન ટચ નહીં થાય ત્યાં સુધી યૌન અપરાધ નથી, એવો ચૂકાદો મુંબઈ હાઈકોર્ટે આપ્યો હતો

નોંધનીય છે કે, મુંબઈ હાઈકોર્ટે એક સગીર પીડિતાના આંતરિક અંગોને કપડા કાઢ્યા વિના સ્પર્શ કરવાની ફરિયાદને સેક્સ્યુઅલ એસોલ્ટની શ્રેણીમાં ગણવાનો ઈનકાર કરી દઈ એવું કહ્યું હતું કે, જ્યાં સુધી સ્કિન ટુ સ્કિન ટચ થાય નહીં ત્યાં સુધી તે યૌન અપરાધ નથી. મુંબઈ હાઈકોર્ટના આ ચૂકાદા વિરુદ્ધ સુપ્રીમમાં દાખલ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આગેવાનીમાં બેંચે 27 જાન્યુઆરીએ મુંબઈ હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે મુકી દીધો હતો. આ સમગ્ર કેસ 14 ડિસેમ્બર 2016નો છે. જ્યારે સગીરાની માતાએ પોલીસ સામે એવી જુબાની આપી હતી કે આરોપી તેમની 12 વર્ષની દીકરીને કશુંક ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો અને તેની સાથે ગંદું કામ કર્યું હતું. આરોપીએ સગીરાના કપડાં કાઢવાની કોશિષ કરી અને તેના ગુપ્ત અંગોને દબાવ્યા હતા.

Most Popular

To Top