Vadodara

ડિજિટલ વજન કાંટામાં ચેડાં કરીને 60 લાખની છેતરપિંડી કરનાર 4 ઝડપાયા

વડોદરા : હિટાચી કંપનીનું લાખોનું સ્ક્રેપ સગેવગે કરવા ગ્લોબ સિક્યુરિટી એજન્સી સુપરવાઇઝર સહિતના પાંચ ઈસમોએ ડિજિટલ વજન કાટાના કેબલને પંચર કરીને લગાવેલી સર્કિટ દ્વારા 60 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાતા પોલીસે રાતોરાત ચાર ઇસમોને ઝડપી પાડયા હતા. અકોટા સ્થિત એક્સિસ બેન્ક ઉપર ભૂમિ સ્ક્વેરમા આવેલી ગ્લોબ ડિટેક્ટીવ એજન્સીના બે વર્ષથી રિજિનલ મેનેજરની ફરજ બજાવતા પ્રહર્ષ ઉમેશભાઈ વછરાજાનીએ (રહે: શિવાલિક બ્લેક સમતા પોલીસ ચોકી લાઇન, ગોરવા) ફરિયાદમાં જણાવ્યું કે મેન પાવર સપ્લાય કરતી કંપની જૂદી જૂદી કંપનીઓમાં સિક્યુરિટી પૂરી પાડે છે.

માણેજા સ્થિત હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ કંપનીના કોન્ટ્રાક્ટમાં 100 કર્મચારી કામ કરે છે. જે લોકો કંપનીની સુરક્ષા સલામતી અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવે છે. કંપનીના ગેટ નંબર 4 પર આવેલા વજન કાંટા નું મીટર બરાબર કામ કરે છે કે નહી એની તપાસ કરતા ગેરરીતિ ઝડપાઇ હતી. મિસ્ટર પાસે પ્લાસ્ટિકની પાઇપ પાસે છુપાવેલી સર્કિટમા ચેડાં થયાનું જણાઇ આવ્યું હતું. કંપનીમાં અવર-જવર કરતી ગાડીઓ માસ્તરની હતી. કૌભાંડમાં સુપરવાઇઝર બે નામચીન ઇસમો સહિત પાંચ ભેજાબાજો 1 વર્ષથી લાખો રૂપિયાની ઉચાપત કરતા હતા . પીઆઇ આર.એ.જાડેજાના માગૅદશૅન મુજબ પીઆઇ વી બી આલ અને તેઓ ની ટીમે 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.જોકે અનુજ ફરાર થઈ ગયો હતો. પોલીસ શનિવારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરશે.

Most Popular

To Top