Vadodara

છાત્રોને રોમાનિયાથી એરલિફ્ટ કરાશે

વડોદરા : યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે વડોદરાના 300થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે જેમની વતન વાપસીની આશા બંધાતા તેમના પરિવારજનોના હૈયે હાલ તો હાશ વળી છે ભારત સરકારે મોટાભાગના વિદ્યાર્થીઓને સરહદ પર પહોંચવા સૂચના આપી છે તેમજ 240 જેટલા વિદ્યાર્થીઓની પ્રથમયાદી પણ જાહેર કરી છે જે યાદીમાં વડોદરાના 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓને આવનાર 24 કલાકમાં રોમાનિયાથી એરલિફ્ટ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. યુદ્ધના બીજા દિવસે  રશિયાએ હુમલાને વધુ આક્રમક કરતા યુક્રેનમાં ફસાઈ ગયેલા  વડોદરા સહિત હજારો ભારતીયો અને તેમના પરિજનોમાં ચિંતાનું મોજું ફેલાયું ગયું હતું જોકે ભારત સરકારે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પ્રયાસો મજબૂત કરતા કર્યા છે અને રોમાનિયા થી ફસાયેલા વિદ્યાર્થીઓને વહેલી તકે એરલિફ્ટ કરવામાં આવે તે તરફ આગળ વધી રહ્યા છે.

જેને લઇને ભારત સરકારે પ્રથમ 240 જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ યાદી બહાર પાડી છે આ પ્રથમ યાદીમાં વડોદરાના 6 થી 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓને સૌપ્રથમ  રોમાનિયાથી એરલિફ્ટ  કરવામાં આવશે તેમ મનાય છે આ ઉપરાંત યુક્રેન માં ફસાયેલા  મોટા ભાગના વિદ્યાર્થીઓને રોમાનિયા સરહદ પર પહોંચી જવા પણ સૂચના આપવામાં આવી છે જેઓને ભારતના રાષ્ટ્રધ્વજ સાથેનું બેનર સાથે રાખવા પણ કહેવામાં આવ્યું છે રોમાનિયા સરહદ પાર તમામને લાવી રોમાનિયાથી ભારત લાવવા માટે સરકાર પ્રયાસ કરશે તેમ લાગે છે હાલ યુક્રેનમાં રશિયા ભારે બોમ્બ ધડાકાઓ કરી રહ્યું  છે મળતી માહિતી મુજબ યુક્રેનમાં ફસાયેલા વડોદરા 300થી પણ વધુ વિદ્યાર્થીઓ સલામત છે પરંતું બોંબ ધડાકા વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓના પરિજનોની ચિંતા  યથાવત છે બીજી તરફ સરકારના પ્રયાસોને પણ વાલીઓ આવકારી રહ્યા છે અને તેમના બાળકો જલ્દીથી વતન વાપસી કરશે તેવી આશા રાખી રહ્યા છે.

વડોદરાની નિહારિકા શાહ સહિત વિદ્યાર્થીઓ રોમાનિયા જવા રવાના
ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લાવવાના પ્રયાસોના ભાગરૂપે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.આ યાદીમાં મારી નિહારિકા શાહનું નામ પણ છે નિહારિકા સહિત વિદ્યાર્થીઓએ યુક્રેનના શહેર ચેરવેસ્ટની હોસ્ટેલથી રોમાનિયા જવા માટેની તૈયારીઓ પણ કરી લીધી છે નિહારિકાએ આપેલી માહિતી મુજબ તેઓને રોમાનિયા બોર્ડરથી ભારત મોકલવામાં આવી શકે છે નિહારિકા જલ્દી આવી જશે તેવી અમને આશા છે અને સરકાર તમામ ફસાયેલા બાળકોને પરત લાવવામાં સફળ થશે તેવો પણ વિશ્વાસ છે.

Most Popular

To Top