Vadodara

વિશ્વામિત્રી નદીમાં નાખેલી ટી.પી. સ્કીમ પડતી મુકાઈ : કોન્ટ્રાક્ટરને રૂપિયા ચૂકવવા પડશે

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી રિવરફ્રન્ટની કામગીરીના ભાગરૂપે ટીપી સ્કીમ નાખવાનું આયોજન થયું હતું પરંતુ તેમાં લાખો રૂપિયા ચૂકવ્યા બાદ રાજ્ય સરકારે પૂર નિયંત્રણ અને બાંધકામ મળી શકશે કે કેમ તે મુદ્દે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની ટીપી સ્કીમ કોર્પોરેશનને પરત મોકલ્યા બાદ કોર્પોરેશન દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં જેથી હવે આ ટીપી સ્કીમ પડતી મૂકી દેવામાં આવી છે. જે અંગે સ્થાયી સમિતિમાં કોન્ટ્રાક્ટરને ચૂકવવાની બાકી રકમ તેઓએ જમા કરાવેલી ડિપોઝિટની રકમ પરત કરવા અને કોન્ટ્રાક્ટ માંથી મુક્ત કરવા જણાવ્યું છે. સાથે સાથે વડોદરાની 26 ટીપી સ્કીમમાંથી પણ આ જ કોન્ટ્રાક્ટરને કામગીરીમાંથી છુટા કરવા જણાવ્યું છે.

ટાઉન પ્લાનીંગ શાખા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રીવરફ્રન્ટ ફેઝ-ર બનાવવા માટે H.C.P. D.P.M PVT LTD નેસોંપવામાં આવેલ પ્લાનીંગ તથા સર્વેની કામની બેંક ગેરંટીની મુદ્દત પુર્ણ થઇ છે. જેથી આ રકમ રૂ.76,015 તથા રૂ.24,100 છુટી કરવા તા.30/12/2019 થી પત્ર દ્વારા માંગણી કરતા તે પરત કરવા તથા તેઓને વિશ્વામિત્રી નદીની ટી.પી. સ્કીમની કામગીરીમાંથી છુટ્ટા કરવા દરખાસ્તમાં જણાવ્યું છે.

હાલમાં ચાલતી કામગીરીમાં કોઈ રૂકાવટ નહી
જે તે સમયે આ કોન્ટ્રાકટરો એ તેમને સોંપેલી કામગીરી કરી ન હોવાથી તેમણે કરેલ ડિપોઝીટ પરત કરવાનો આ મામલો છે. પરંતુ હાલ ની કામગીરી ને તેમજ સરકારમા રજૂ કરેલ વિશ્વામિત્રીના ડીપીઆરને આ મામલાને કોઈ જ લેવા દેવા નથી. જેથી હાલમા ચાલતી કામગીરીમા કોઈ રુકાવટ નહીં આવે.- ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

Most Popular

To Top