SURAT

સુરતીઓ આંખ સાચવજો, શહેરમાં ચેપી રોગ ફેલાયો છે

સુરત: શહેરમાં કંજંક્ટિવાઇટિસ એટલે કે આંખ આવવાના (Conjunctivitis) કેસોમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. સામાન્ય રીતે વરસાદની Rain સીઝનમાં કંજંક્ટિવાઇટિસના કેસો વધતા હોય છે. પરંતુ આ વખતે કેસો વધુ ઝડપથી વધી રહ્યા છે. માત્ર નવી સિવિલ હોસ્પિટલમાં જ ત્રણ દિવસમાં કંજંક્ટિવાઇટિસના (આંખ આવવાના) 963 ક્સો નોંધાયા છે. સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાં પણ આ કેસોમાં વધારો થયો છે. કંજંક્ટિવાઇટિસ ચેપીરોગ હોવાથી સતત વધી રહેલા કેસોને કારણે ડોક્ટરો પણ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યાં છે.

  • સિવિલમાં જ ત્રણ દિવસમાં 963 કેસ: સિવિલ, સ્મીમેર ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ આંખના દર્દીઓનો ધસારો

શહેરમાં છેલ્લા અઠવાડિયાથી આંખ આવવાના (કંજંક્ટિવાઇટિસ) કેસો સામે આવી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં તો કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં આંખની ઓપીડીમાં આંખ આવવાના કેસોને લઈને લાઇનો લાગી ગઈ છે.

આંખના ડિપાર્ટમેન્ટના વડા ડૉ. પ્રીતિ કાપડિયાએ જણાવ્યું કે શહેરમાં આંખના કેસોમાં વધારો થયો છે. આ વાયરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કંજંક્ટિવાઇટિસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. કેટલાક કિસ્સામાં તો આખો પરિવાર કંજંક્ટિવાઇટિસનો ભોગ બન્યો હોય એવું જણાયું છે.

હાલ આ ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કંજંક્ટિવાઇટિસના કેસ વધ્યા છે. સામાન્ય રીતે આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે. કોઈના સંપર્કમાં આવવાથી જેને આંખ આવી છે, હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. હાલમાં લોકોમાં લાલ આંખ દેખાય તો તેઓએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આંખ આવવાની પરિસ્થિતિ પાંચ દિવસથી લઈને અઠવાડિયા સુધી રહેતી હોય છે. કંજંક્ટિવાઇટિસના લક્ષણોમાં સૌ પ્રથમ તો આંખ લાલ થઈ જતી હોય છે અને આંખમાંથી સતત પાણી આવતું હોય છે.

નવી સિવિલ હોસ્પિટલમાં આંખની ઓપીડીના કેસો
10 જૂલાઇ 362 કેસ ,11 જૂલાઇ 281 કેસ અને 12 જુલાઈ 320 કેસ

Most Popular

To Top