National

વરુણ, મેનકા ગાંધી અને બ્રિજભૂષણ સિંહની બેઠકો પર સસ્પેન્સ

નવી દિલ્હી: ભાજપે (BJP) ગઇકાલે શનિવારે લોકસભા ચૂંટણી (LokSabha Elections) માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 195 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નરેન્દ્ર મોદી (Narendra Modi), અમિત શાહ, રાજનાથ સિંહ, ઓમ બિરલા, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓના નામ છે. આ યાદીમાં ત્રણ ડઝનથી વધુ વર્તમાન સાંસદોની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. તેમજ તેમની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત જે બેઠકો ઉપર સૌની નજર હતી તેવી તે બેઠકો ઉપર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. તેમાં વરુણ ગાંધીની પીલીભીત બેઠક, મેનકા ગાંધીની સુલતાનપુર બેઠક, બ્રિજ ભૂષણ શરણ સિંહની કૈસરગંજ, સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મૌર્યની બંધાયુ બેઠક અને જનરલ વી.કે. સિંહની ગાજીબાદ બેઠકનો સમાવેશ થાય છે.

આવી સ્થિતિમાં એવી અટકળો પણ સર્જાયી છે કે શું ભાજપ આ વખતે વરુણ ગાંધી અને મેનકા ગાંધીને ટિકિટ આપશે કે નહીં? પોતાની જ પાર્ટી સામે બળવાખોર વલણ દાખવનાર વરુણ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી નરમ સ્વભાવ બતાવી રહ્યા છે અને હવે પાર્ટીના કાર્યક્રમો સાથે સંબંધિત પોસ્ટ અને રીપોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં અનેક પ્રકારની અટકળો સામે આવી છે.

ટિકીટ મળવા બાદ રવિ કિશન બોલ્યા…
રવિ કિશનને ગોરખપુરથી લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી લોકસભા ચૂંટણી લડવાના છે. આ દરમિયાન રવિ કિશને ગોરખપુરથી ફરીથી લોકસભાની ટિકિટ આપવા બદલ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હું પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે પાર્ટીએ મને ફરીથી ગોરખપુરથી લોકસભાની ટિકિટ આપી.

રવિ કિશને કહ્યું કે, કાશીની લોકસભા સીટ પછી ગોરખપુર સીટ બીજી સૌથી મહત્વની સીટ છે. હું પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓનો આભાર માનું છું. આ વિશ્વાસ હું હંમેશા જાળવી રાખીશ. બીજેપી ફરી ગોરખપુર સીટ જીતશે અને તેની સાથે અમે 400 થી વધુ લોકસભા સીટ જીતીને ઈતિહાસ રચીશું.

તમને જણાવી દઈએ કે રવિ કિશન ભોજપુરી, હિન્દી, તમિલ, તેલુગુ અને બીજી ઘણી ફિલ્મોના ફેમસ એક્ટર છે. તેમજ જે બેઠક ઉપર તેઓ ચૂંટણી લડવા જઇ રહ્યા છે તે બેઠક ઉપર અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી લોકસભાના સાંસદ હતા. પરંતુ વર્ષ 2017માં જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ બેઠક પરથી રવિ કિશનને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી.

Most Popular

To Top