Gujarat

ગુજરાતમાં રૂપાલા, માંડવિયા અને સી.આર.પાટીલને રિપીટ કરાયાં, 11 બેઠકો પર જાહેરાત બાકી

ગાંધીનગર: (Gandhinagar) ભાજપની (BJP) કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે દેશમાં 195 ઉમેદવારોની યાદીની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી 15 બેઠક ઉપર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ખાસ કરીને બે કેન્દ્રિય મંત્રીઓ પરષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવીયાને ટિકીટ આપી દેવાઈ છે. જયારે બનાસકાંઠા બેઠક પર ભાજપના સાસંદ પરબત પટેલને પડતાં મૂકીને તેમના સ્થાને ડૉ. રેખાબેન હિતેશભાઈ ચૌધરીને ટિકીટ અપાઈ છે. પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠોડને પડતાં મૂકીને તેમના સ્થાને રાજપાલસિંહ જાદવને ટિકીટ અપાઈ છે.

  • બનાસકાંઠાના પરબત પટેલ અને પંચમહાલના રતનસિંહ રાઠોડની ટિકીટ કપાઇ
  • ગુજરાતની લોકસભાની 15 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરાયા

હજુ 11 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ – ઈસ્ટ , સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત અને વલસાડ બેઠકનો સમાવેશ થાય છે. 13 બેઠકો પર ભાજપની નેતાગીરીએ સિટિંગ સાસંદોને રિપીટ કર્યા છે.

આજે જાહેર કરાયેલા 15 ઉમેદવારોમાં કચ્છ- વિનોદ ચાવડા, બનાસકાંઠા- ડૉ રેખાબેન હિતેશભાઈ ચૌધરી, પાટણ- ભરતસિંહ ડાભી, ગાંધીનગર- અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ- દિનેશભાઇ મકવાણા, રાજકોટ- પુરુષોત્તમ રૂપાલા, પોરબંદર મનસુખ માંડવિયા, જામનગર પૂનમ માડમ, આણંદ – મીતેશ પટેલ, ખેડા દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, નવસારીના સાંસદ અને ગુજરાતપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, દાહોદ – જશવંતસિંહ ભાભોર , ભરૂચ મનસુખ વસાવા અને બારડોલી – પ્રભુભાઈ વસાવાને ટિકીટ અપાઈ છે. બનાસકાંઠા તથા પંચમહાલ બેઠકને બાદ કરતાં બાકી બધી જ બેઠકો પર ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ સિટિંગ સાસંદોને રિપીટ કર્યા છે.

અમદાવાદ પશ્વિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણા બે વખત ડેપ્યૂટી મેયર રહી ચૂકયા છે. જયારે ચાર વખત કોર્પોરેટર તરીકે સૈજપુર બોધા વોર્ડના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ વ્યવસાયે એડવોકેટ પણ છે. જયારે પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા પ્રદેશ ભાજપની કારોબારીના સભ્ય પણ છે. જયારે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડૉ રેખાબેન ચૌધરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજના પ્રધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જયારે બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ ચૌધરીની પૌત્રી છે. ડૉ રેખાબેન તથા તેમના પતિ ડૉ હિતેશ પ્રેમજીભાઈ ચૌધરી ભાજપના વર્ષો જૂના કાર્યકર ઉપરાંત સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે.

Most Popular

To Top