SURAT

સુરતીઓ હવે ડુમસના દરિયાકિનારે ફેરવતા જોવા મળશે ઈ-બાઈક

સુરત: આગામી દિવસોમાં ડુમસના (Dumas) દરિયાકિનારે (Sea) ઈ-બાઈક (E-Bike) દોડતી જોવા મળે તો નવાઈ નહીં. મહાપાલિકા (SMC) દ્વારા ડુમસના દરિયાકિનારે ઈ-બાઈક શેરિંગનો પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે હલચલ શરૂ કરાઈ છે.

  • ડુમસના દરિયાકિનારે અમુક હદ બાદ ખાનગી વાહનો લઈ જઈ શકાતા નહીં હોવાથી ઈ-બાઈક શેરિંગ પ્રોજેક્ટ મૂકવા મનપાની વિચારણા

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાની સાથે સાથે પર્યાવરણની પણ જાળવણી થાય એ હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પબ્લિક બાઈસિકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. હવે સ્માર્ટ સિટી સમિટમાં રજૂ થયેલા પ્રેઝન્ટેશન બાદ ઇ-બાઇક શેરિંગની દિશામાં પણ મનપા આગળ વધવા તત્પર જણાઇ રહી છે. મ્યુનિ.કમિ.એ ડુમસના દરિયા કિનારે આવતા લોકો માટે સાઇકલ શેરિંગ અને ઇ-બાઇક શેરિંગનું આકર્ષણ ઉમેરવાની વિચારણા હાથ ધરી છે. ડુમસના દરિયાકિનારે લોકો ખાનગી વાહનો લઈ જાય છે. પરંતુ અમુક હદ બાદ ખાનગી વાહનો લઇ જતાં નથી અને દરિયો કિનારાથી દૂર છે. આથી અહીં સાઇકલ અને ઈ-બાઈક મૂકી શકાય કે કેમ એ અંગે વિચારાશે તેમ કમિ.બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

સુરતીઓ સાઈકલની જેમ હવે શેર કરી શકશે ઈ-બાઈક, મનપા લાવવા જઈ રહી છે આ પ્રોજેક્ટ
સુરત: (Surat) સુરત શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા હલ કરવાની સાથે સાથે પર્યાવરણની (Environment) પણ જાળવણી થાય તે હેતુસર સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં પબ્લિક બાઈસિકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે તેમજ મનપા દ્વારા શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનના (Transportation) ભાગરૂપે શહેરમાં ઈ-બસ, બીઆરટીએસ, સિટીબસ પણ શરૂ કરવામાં આવી છે. તેથી પણ આગળ હવે શહેરમાં પબ્લિક ઈ-બાઈક શેરિંગ પ્રોજેક્ટ (Public E Bike Sharing Project) શરૂ કરવા માટે મનપા દ્વારા તૈયારી કરવામાં આવી છે.

  • સુરત મનપાની શેરિંગ સાઈકલની જેમ શેરિંગ ઈ-બાઈક પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી
  • હાલમાં કલકત્તામાં 400 અને મુંબઈમાં 100 ઈ-બાઈક મુકવામાં આવી છે
  • આ ઈ-બાઈકને ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે અને ફુલ ચાર્જમાં ઈ-બાઈક 50 કિ.મી ચલાવી શકાય

હાલમાં ચાર્ટડ કંપની દ્વારા મુંબઈ અને કલકત્તામાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. સુરત શહેરમાં ચાર્ટડ દ્વારા હાલ પબ્લિક બાઈસિકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેથી પણ આગળ હવે મનપાએ ઈ-બાઈક શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે તૈયારી બતાવી છે, જેથી શહેરીજનો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આ ઈ-બાઈકનો ઉપયોગ કરી શકશે તેમજ પર્યાવરણની પણ જાળવણી થશે. આ ઈ-બાઈકને ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે અને ફુલ ચાર્જમાં ઈ-બાઈક 50 કિ.મી ચલાવી શકાય છે. હાલ કલકત્તામાં 400 ઈ-બાઈક મુકવામાં આવી છે અને મુંબઈમાં 100 ઈ-બાઈક શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં ઈ-બાઈક વધારી 2000 કરાશે તેમ જાણવામાં આવ્યું છે.

Most Popular

To Top