SURAT

બે વર્ષથી ઘરમાં પૂરાયેલા સુરતીઓને આ વેકેશનમાં નેચર પાર્ક અને એક્વેરીયમમાં મજા પડી

સુરત : કોરોના (Corona) મહામારીને કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ આ વખતે ઉનાળુ વેકશનમાં (Vacation) મનપા (SMC) સંચાલિત સરથાણા (Sarthana) નેચર પાર્ક (Nature Park) અને પાલ (Pal) એક્વેરિયમ (Aquarium) ખુલ્લા હોવાથી મુલાકાતીઓ ઉમટી પડતા તડાકો પડ્યો છે અને પ્રાણી સંગ્રહાલયને 38 લાખની જ્યારે એક્વેરિયમમાં 51 લાખની આવક ચોપડે નોંધાઈ છે.

છેલ્લા બે વર્ષથી સુરત મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય અને એક્વેરિયમમાં મુલાકાતીઓના અભાવે કાગડા ઉડતા નજરે પડ્યા હતા. લોકડાઉન ખુલ્યા બાદ પણ મહત્તમ 100 મુલાકાતીઓના પ્રવેશની ગાઈડ લાઈન અને સખ્ત નીતિ-નિયમોની સીધી અસર આવક પર જોવા મળી હતી. એક તબક્કે પ્રાણી સંગ્રહાલયમાં વર્ષે દહાડે 2.30 કરોડ જ્યારે એકવેરિયમની આવક 2.50 કરોડ નોંધાઈ હતી તે છેલ્લા બે વર્ષમાં ઘટીને 40થી 60 લાખ સુધી પહોંચી ગઈ હતી. આવકમાં ધરમખ ઘટાડાને પગલે આ બન્ને પ્રોજેક્ટો થકી આવક તો દુર નિભાવ ખર્ચ પણ મહાનગર પાલિકાએ ખિસ્સામાંથી કાઢવાની નોબત આવી હતી. અલબત્ત, છેલ્લા બે – અઢી મહિનામાં ચિત્ર બદલાઈ ચુક્યું છે અને ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમ્યાન સુરતીઓનો ઘસારો ઝુ અને એક્વેરિયમ પર જોવા મળતા આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ચાલુ વર્ષે ઉનાળુ વેકેશન દરમ્યાન સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં 1.40 લાખ મુલાકાતીઓ થકી મનપાને 38 લાખની આવક થઈ છે જ્યારે આ જ સમયગાળા દરમ્યાન એક્વેરિયમ ખાતે 65 હજારથી વધારે મુલાકાતી નોંધાયા છે અને 51 લાખની આવક જોવા મળી છે.

વર્ષ પ્રાણી સંગ્રહાલય એક્વેરીયમ
(આવક) (આવક)

  • 19-20 2.33 કરોડ 2.50 કરોડ
  • 20-21 44.50 લાખ 30.9 લાખ
  • 21-22 60.82 લાખ 45.35 લાખ
  • 22-23 64.41 લાખ 54.50 લાખ

કોરોનામાં નેચરપાર્કના પ્રાણીઓની ખાસ તકેદારી હતી : ર્ડો.રાજેશ પટેલ
નેચર પાર્કનો હવાલો સંભાળતા ર્ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, નેચર પાર્કમાં 49 જેટલી પ્રજાતિના 500 જેટલા પ્રાણીઓમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે લોકડાઉનના પ્રારંભ સાથે જ પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા સેનિટાઈઝેશન સહિત સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી ગાઈડ લાઈનનો સખ્ત અમલ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ કોરોનાની મહામારીને ધ્યાને રાખીને વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

Most Popular

To Top