SURAT

સુરતના વરાછાના યુવકને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત

સુરત: (Surat) ઉધનામાં (Udhna) ડાઈ રીપેયર કરવા માટે યુવક મોપેડ પર જતો હતો ત્યારે ટ્રકના ડ્રાઇવરે (Truck Driver) બેદરકારીથી ટ્રક ચલાવીને મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર યુવકનું મોત નિપજ્યું હતું. મોટા વરાછાના યુવકના મોતને (Death) પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

  • ઉધનામાં ટ્રકના ડ્રાઇવરે બેદરકારીથી ટ્રક ચલાવીને મોપેડને અડફેટે લેતા યુવકનું મોત
  • યુવક ઉધનામાં ડાઈ રીપેયર કરવા જતો હતો ત્યારે બનાવ બન્યો

પ્રાપ્ત માહિતી અનુસાર મોટા વરાછા વિસ્તારમાં આવેલ સાઈ હાઇટસમાં રતિલાલ દેવરાજભાઈ કસવાલા પરિવાર સાથે રહે છે. તેઓ પ્લાસ્ટીકની વસ્તુઓ બનાવીને તેમનું વેચાણ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. સંતાનમાં એક દીકરી અને એક દીકરો આદર્શ( 28 વર્ષ) છે. ગતરોજ બપોરે આદર્શ તેમના ડાયમંડ નગરમાં આવેલ ખાતા પર ગયો હતો. ત્યાંથી ડાઈ રીપેયર કરવા માટે મોપેડ પર ઉધના ભાઠેના ગયા હતા. ભાઠેના મેન રોડ પર પેટ્રોલ પંપની પાસે ટ્રકનો ડ્રાઇવર ડીએલ-1-જીસી-4225 ના ડ્રાઇવરે બેદરકારીથી પુરઝડપે ટ્રક ચલાવીને આદર્શની મોપેડ ટક્કર મારી હતી. આદર્શ નીચે પડ્યો હતા. તેમને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઉધના પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

નડોદ ગામે મીંઢોળા નદીના કિનારેથી મરોલીના આધેડની લાશ મળી
નવસારી : નડોદ ગામે મીંઢોળા નદીના કિનારેથી મરોલીના આધેડની લાશ મળી હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના મરોલી ગામે ધોળીકુઈ હળપતિવાસમાં ગનુભાઈ સુખાભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 10મીએ ગનુભાઈ તેમના ઘરેથી લાજપોર દીકરી રેખાબેનને ત્યાં જવાનું જણાવી નીકળ્યા હતા. પરંતુ મોડી સાંજ સુધી ગનુભાઈ પરત ઘરે પહોચ્યા ન હતા. જેથી તેમની પત્નીએ તેમની દીકરી અને જમાઈને જાણ કરી હતી.

જેથી તેઓએ ગનુભાઈની તપાસ કરી હતી. દરમિયાન મરોલી ગામના સરપંચ ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નડોદ ગામે મીંઢોળા નદીના કિનારેથી એક પુરુષની લાશ મળી છે. જેથી તેઓએ મીંઢોળા નદી કિનારે જઈ જોતા તે લાશ ગનુભાઈની હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મરોલી પોલીસે મૃતકની પત્ની જમનાબેનની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. કે.બી. દેસાઈએ હાથ ધરી છે.

Most Popular

To Top