SURAT

ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવતા સોશિયલ વર્કર પિયુષ ધાનાણીને લોકોએ જાહેરમાં ફટકાર્યો, વિડીયો વાયરલ

સુરત: સુરતમાં (Surat) રોંગ સાઈડ (Wrong Side) વાહન જવા દેવા મુદ્દે લોકો સાથે દાદાગીરી કરતા પિયુષ ધાનાણી (Piyush Dhanani) નામના સેવકને (Social Worker) લોકોએ જાહેરમાં મેથીપાક આપ્યો હોવાના વિડીયો વાયરલ (Viral Video) થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ પિયુષ ધાનાણી (સોશિયલ વર્કર) એ જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષથી સામાજિક કામગીરી કરી રહ્યા છે.

તેમજ છેલ્લા બે વર્ષથી ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. ઘટના આજે કાપોદ્રા ચીકુવાડી બ્રીજ નીચે બની હતી. લોકો રોંગ સાઈડ ઉપર વાહન ચલાવી બીજા અને નિર્દોષ વાહન ચાલકોને હેરાન કરતા હોવાથી રોંગ સાઈડ વાહન ચલાવનાર ને જાગૃત કરવાનું અભિયાન ચલાવી રહ્યો હતો. તે દરમિયાન કેટલાક અસામાજિકતત્વોએ અટકાવી લૂખ્ખો છે, નવરીનો છે, તારી પાસે શુ અધિકાર છે, જેવા હિન્દી શબ્દોમાં અપમાનિત કરી ફટકારી લીધો હતો.

આ માણસ ખોટો જ છે. હીરો ન ચિતરાય એ જોજો એવી લોકોને અપીલ કરવામાં આવી છે. સાથે સાથે મારપીટ થઇ એ ખોટું છે એ મુદ્દે જ આનું સમર્થન કરવા જેટલું છે. બસ એવું કહેતા લોકોએ પિયુષ ધાનાણી સામે ગુસ્સો પણ કાઢી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. પિયુષ ધાનાણી એ કહ્યું હતું કે મારવા વાળા આપણા જ છે, લોકોએ પહેલા તમાશો જોયો હુમલાખોર ભાગી ગયા પછી મદદે આવ્યા, હાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે બાદ તપાસ ચાલી રહી છે.

આ મામલે પિયુષ ધાનાણીએ જણાવ્યું હતું કે હુમલો થયા બાદ તમાશો જોતી ભીડમાં વધારો થયો હતો પણ કોઈ બચાવવા આગળ આવ્યું ન હતું. લોકોને આવા તમાશા જોવાનું વધારે ગમે છે. હુમલાખોર ભાગી ગયા બાદ તમાશો જોતા લોકો મદદે આવ્યા હતા. ચાલો કઈ જ વાંધો નહિ પણ જે લોકો મારા શુભેચ્છક છે એ લોકો દોડી આવ્યા હતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા સાથે આવ્યા હતા. હાલ પોલીસે ફરિયાદ નોંધી છે. આખી ઘટનાનો લાઈવ વિડીયો છે. મારવાવાળા સ્પષ્ટ દેખાય છે બસ એક જ આશા છે આવા તત્વો પકડાય અને સાચી દિશામાં જાગૃતિ અભિયાન ચલાવતા સોશિયલ વર્કરો ને હેરાન કરતા બંધ થાય એવા પાઠ ભણાવવામાં આવે એવી આશા રાખું છું.

વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો ચલાવી મારી કામગીરીને સમર્થન આપનાર અને મારી ઉપર થયેલા હુમલા ને વખોડી કાઢનાર તમામ મીડિયા અને સોશિયલ મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. રોંગ સાઈડ વાહન ચલાવનારને સાચી દિશામાં લઈ જવાના આ જાગૃતિ અભિયાનમાં લોકો વધુમાં વધુ જોડાય એવી અપીલ છે. આનો સીધો ફાયદો આપણ ને કે આપણા પરિવારના સભ્યો ને જ થાય છે. બસ લોકો જાગૃત બને અને રાઈટ સાઈડ વાહન હકારે એવી જ અપીલ છે.

Most Popular

To Top