Business

શેરબજારમાં અચાનક ભારે ગિરાવટ, સેન્સેક્સ હાઇથી 1000 પોઈન્ટ થયો, આ 5 શેરો સૌથી વધુ તૂટ્યા

નવી દિલ્હી: ભારતીય (India) શેરબજારમાં (Stock Market) આ અઠવાડિયે સતત ત્રીજા ટ્રેડિંગ (Trading) સેશનમાં અને ઓક્ટોબરના માસિક એક્સપાયરી ડે (Expiry Day) પર ઘટાડો જોવા મળી રહ્યો છે. રોકાણકારોની વેચવાલી અને બજારના બગડતા મૂડને કારણે સેન્સેક્સ 1000 અને નિફ્ટીમાં (Nifty) 300 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

મિડ કેપ ઈન્ડેક્સમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ રહ્યો હતો અને એનએસઈ મિડ કેપ ઈન્ડેક્સ 900 પોઈન્ટ સુધી લપસી ગયો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 900 પોઈન્ટના ઘટાડા સાથે 63,148 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 265 પોઈન્ટના ઘટાડા સાથે 18,857 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે આ ઘટાડાથી રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ સેક્ટરના શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેના કારણે નિફ્ટી બેન્ક 552 પોઈન્ટ અથવા 1.29 ટકાના ઘટાડા સાથે 42,280 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, એફએસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ રહ્યો હતો. મિડ કેપ ઈન્ડેક્સ 1.16 ટકા અથવા 448 પોઈન્ટના ઘટાડા સાથે 38,116 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ 42 પોઈન્ટના ઘટાડા સાથે 12,930 પોઈન્ટ પર બંધ થયો હતો.

શેરબજારમાં ઉછાળાની વચ્ચે સેન્સેક્સે શરૂઆતના વેપારમાં લગભગ 450 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને તે 71,913ના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો અને હાલમાં તેની ઊંચી સપાટીથી 1000 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીની પણ આવી જ સ્થિતિ હતી અને બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં તે 21,593ના સ્તરે પહોંચી ગયો હતો, જે તેનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર હતું.

બજારમાં અચાનક ઘટાડાનાં કારણો પર નજર કરીએ તો વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલીનાં કારણે શેરબજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ રૂ. 600 કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ આશરે રૂ. 294 કરોડના શેર ખરીદ્યા હતા. આ સિવાય ઘટાડાનું બીજું મોટું કારણ કોરોનાના વધતા કેસ હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, દેશભરમાં કોરોનાના નવા પ્રકારોના કેસ સતત વધી રહ્યા છે અને એક દિવસમાં 614 નવા કેસ નોંધાયા છે. બુધવારે સૌથી વધુ ઘટાડો બેંક, મેટલ અને ઓટો શેરોમાં જોવા મળ્યો હતો.

Most Popular

To Top