SURAT

સુરત પોલીસના ખોફ: ગાંજો લાવવા માટે માફિયા અપનાવી રહ્યા છે આ રીત

સુરત(Surat): ગ્રામ્ય એસઓજીએ(SOG) બે દિવસ પહેલા કામરેજ(Kamrej) શેરડીના ખેતરમાંથી બે આરોપીઓને 33.47 લાખના 334.740 કિ.ગ્રા. ગાંજા સાથે બે ને પકડી પાડ્યા હતા. આ ગાંજો(Ganjo) મંગાવનાર સુરતના મુખ્ય આરોપીને સુરત એસઓજીએ આજે ઝડપી પાડ્યો છે. પોલીસના ખોફથી હવે ગાંજો ટ્રેનની(Train) જગ્યાએ ટ્રકમાં(truck) હાઈવે ઉપરથી લાવવામાં આવી રહ્યો છે.

શહેર અને જિલ્લામાં એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એસઓજીની ટીમે કમર કસી છે. ત્યારે ગત 13 એપ્રિલે ગ્રામ્ય એસઓજીએ કામરેજ પરબગામની સીમમાં શેરડીના ખેતરમાંથી બે આરોપીઓને 33.47 લાખના 334.740 કિ.ગ્રા. ગાંજા સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, વેડરોડ ખાતે રહેતો એમ.જે.પ્રધાન નામના વ્યક્તિએ આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. જેથી એસ.ઓ.જી. પીઆઈ એ.પી.ચૌધરીએ આ ગાંજાનો જથ્થો મંગાવનાર આરોપી સુરત શહેર છોડી ભાગે તે પહેલા તેને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેકો રામજીભાઈ મોહનભાઈને આરોપી સરથાણા ડાયમંડ નગર પાસે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી મૃત્યુજય ઉર્ફે એમ.જે. પ્રધાન દિવાકર પડીયારી (રહે. કૃષ્ણ નગર સોસાયટી વેડરોડ કતારગામ તથા મૂળ ગંજામ ઓડીશા) ને દબોચી લીધી હતો.

આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ માફીયાઓ ઉપર સંકજો કસી ઘણા આરોપીઓને જેલમાં ધકેલ્યા છે. શહેરમાં ગાંજો ઘુસાડવો મુશકેલ બનતા તેણે ઓડીશા ખાતેથી ટ્રકમાં ગાંજો મંગાવી સુરત ગ્રામ્ય વિસ્તારના કામરેજ પરબગામ ખાતે એક શેરડીના ખેતરમાં ઉતાર્યો હતો. અને તેની દેખરેખ માટે બે માણસો રાખ્યા હતા. પરંતુ આ બન્નેને પોલીસે ઝડપી લીધા હતા. અને પોલીસથી બચવા પોતે ડાયમંડ નગર તરફ આવી છુપાયો હતો.

ડ્રગ્સ અને ગાંજાના ભાવ ચાર ગણા થઈ ગયા
પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સિટી ઝુંબેશ ચલાવવામાં આવતા ડ્રગ્સ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે ત્યારપછી પણ છૂટક છૂટક ડ્રગ્સ શહેરમાં ઘુસાડવાનું ચાલું રહેતા પોલીસની બાજ નજરે અનેક નાના મોટા કેસ કરીને પેડલરોની કમર ભાંગી નાખી છે. જેને લીધે શહેરમાં ડ્રગ્સનો ભાવ ચાર ગણો થઈ ગયો છે. જ્યાં 2 હજાર થી 2500 માં એક ગ્રામ ડ્રગ્સ મળતુ હતું તે હવે 7 થી 8 હજારમાં વેચાઈ રહ્યું છે. અને તેની ઉપર પણ પોલીસની નજર છે. ગાંજાનો ભાવ પણ ચાર ગણો કરીને નશાના સૌદાગરો તેનું વેચાણ કરી રહ્યા છે.

Most Popular

To Top