SURAT

સુરત: ગ્રાહકોને મોબાઈલ પર સંપર્ક કરી થાઈ મહીલાઓ સપ્લાય કરનાર ચોકલેટનો વેપારી પકડાયો

સુરત: (Surat) મોબાઇલ ફોન (Phone) ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવા થાઇ મહીલાઓને સપ્લાય કરતા આરોપીને એલ.સી.બી. ઝોન-૦૪ તથા અલથાણ પોલીસની (Police) ટીમે પકડી પાડ્યો છે.

  • દેહવેપાર માટે ગ્રાહકોને સવલતો પુરી પાડવા થાઈ મહીલાઓ સપ્લાય કરનાર ચોકલેટનો વેપારી પકડાયો
  • પોલીસે આરોપીને વોટ્સએપ કોલ કરી ગ્રાહક તરીકે વાત કરી યુવતીના ફોટો મંગાવી છટકુ ગોઠવ્યું

પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક મીત હરયાણી નામનો વ્યક્તિ એક થાઇ મહિલાને પાર્ટનરમાં રાખી સુરત શહેરમાં અલગ-અલગ ગ્રાહકોને શરીર સુખ માંણવા માટેની સવલતો પુરી પાડે છે. અને અલગ-અલગ જગ્યાએ થાઇ મહીલાઓ મોકલી આપી દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. બાતમીના આધારે પોલીસે આરોપીના વ્હોટસેપ મોબાઇલ નંબર ઉપર શરીર સુખ માંણવા માટે ગ્રાહક તરીકે વાત કરી હતી.

આરોપીએ સામેથી થાઇ મહીલાઓના ફોટાઓ મોકલ્યા હતા. જેમાંથી એક થાઇ મહીલાને મોકલી આપવા માટેનુ કહેતા એટલાંટા બિઝનેસ હબ અલથાણ પાસે મોકલવા કહ્યું હતું. બાદમાં વોચ ગોઠવીને પોલીસે આરોપી મીત કીશોરભાઇ હરીયાણી (પટેલ) (ઉ.વ.૨૭, ધંધો- ચોકલેટનો વેપાર રહે- ઘર નં- એ/૦૨, ૫૦૧ શ્રુતી રેસીડન્સી અડાજણ તથા મુળ અમરેલી) અને થાઈલેન્ડની એક યુવતીને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી આઈ ફોન સહિત 3 મોબાઈલ મળી કુલ 1 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

વેસુમાં રીચ મોન્ડ પ્લાઝામાં હોટલ શિવ વાટીકામાંથી કોલ સેન્ટર ઝડપાયું
સુરત: વેસુ રીચ મોન્ડ પ્લાઝામાં આવેલી હોટલ શિવ વાટીકાના રૂમમાં ચાલતા કોલ સેન્ટર ઉપર વેસુ પોલીસે રેઈ કરી હતી. ડેટા એન્ટ્રીનું કામ આપી ગ્રાહકોને કોન્ટ્રાકટ ભંગના નામે પોલીસ તેમજ કોર્ટમાં કેસ કરાવી પૈસા પડાવતા હતા. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી કુલ 1.68 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે વેસુ રીચા મોન્ડ પ્લાઝા ધીરજ સન્સની ઉપર ચોથા માળે આવેલી હોટલ શિવ વાટીકાના રૂમ નં-૧૦૬માં રેડ કરી હતી. રેઈડ દરમિયાન ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર પકડાયું હતું. પોલીસે હોટલમાંથી દેવેન્દ્રસિંગ કુદાસિંગ કહાડે (ધંધો. વેપાર રહે, વાસ્તુપુજ્ય સોસાયટી ઈચ્છાપોર), શિવ વિજય ગર્ગ (રહે, વા્સ્તુપુજ્ય સોસાયટી ઈચ્છાપોર), અંબીકેશ મંગરૂ પ્રસાદ (રહે, ચિત્રકુટ સોસાયટી મોરાટેકરા), રોશન અશોક ગરડ (રહે. ક્રીષ્ના નગર હજીરા), વિશ્વજીત ઉર્ફે ચીન્ટુ દીલીપ સીંગ (રહે, ક્રિષ્નાનગર હજીરા) અને મિલનને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ ગુગલમાં સર્ચ કરી ક્યુઆર ડોટકોમ માંથી પૈસા ભરી ગ્રાહકોના મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈડીની માહિતી મેળવતા હતા. અને ગ્રાહકો સાથે મોબાઈલ તેમજ વોટ્સઅપ ઉપર વાત કરતા હતા. તથા ડેટા એન્ટ્રીનું કામ કરવાની માહિતી આપી કંપનીની લીંક મોકલી રજીસ્ટ્રેશન કરાવતા હતા. ત્યારબાદ ગ્રાહકોને ડેટા એન્ટ્રીના કામ 80 થી 85 ટકાથી વધારે થાય તો કમિશન આપવાની લાલચ આપતા હતા. અને બાદમાં ટાસ્ક પુરો નથી થયો તેમ કહીને ગ્રાહકોને કોન્ટ્રાકટ ભંગના નામે પોલીસ અને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. પોલીસે આ ટોળકીની ધરપકડ કરીને કોમ્પ્યુટર સેટ, ટેબલેટ, મોબાઈલ નંગ-૯ મળી કુલ રૂપિયા 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top