SURAT

પોન્ઝી સ્કીમમાં બે કરોડથી વધારે રોકાણ કરાવી હજારો સાથે છેતરપિંડી કરતો હતો આ શખ્સ, ઝડપાઈ ગયો

સુરત: (Surat) પોન્ઝી સ્કીમમાં (Ponzi Scheme) બે કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકો સાથે કરેલી છેતરપિંડીના (Fraud) કેસમાં આંણદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં (Police Station) છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ (Wanted) આરોપીને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.

  • આણંદમાં પોન્ઝી સ્કીમમાં બે કરોડથી વધારે રોકાણ કરાવી હજારો સાથે છેતરપિંડીનો વોન્ટેડ આરોપી ઝડપાયો
  • આરોપી પોલીસથી બચવા કાર અમદાવાદમાં બિનવારસી મુકી નાસી ગયો હતો
  • આરોપીના પરિવારે અમદાવાદમાં તેની મીસીંગની ફરિયાદ પણ આપી હતી

આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે જન-સેવા મિશન નામની કંપનીના ડિરેક્ટરે એજન્ટો મારફ્તે થાપણદારો અને ખાતેદારોને મંથલી, ફિક્સ ડિપોઝીટ તથા લકી-ડ્રો જેવી લોભમણી સ્કીમ બતાવી ગામડાના લોકોને ભોળવી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી નાંણા પરત નહી આપી છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ગુન્હામાં મુખ્ય સુત્રધાર આરોપી પાંચ વર્ષથી નાસતો ફરતો હતો. આ આરોપીને પકડી પાડવા સુરત એસઓજીની ટીમ કામે લાગી હતી. આરોપી રાંદેર વિસ્તારમાં હોવાની બાતમી મળતા એસઓજીએ રાંદેર વિસ્તારમાંથી આરોપી સીમહંમદ સુલેમાન વ્હોરા (ઉ.વ.૫૫, રહે. બાકરોલ ગ્રામ પંચાયત પાસે વ્હોરવાડ તા.જી.આણંદ હાલ રાંદેર ટાઉન વરીયાઓલી મસ્જીદ પાસે હવા મંઝીલ ફ્લેટ નં.૩૦૧ રાંદેર) ને ઝડપી પાડ્યો હતો.

આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે વર્ષ 2014 થી આણંદના વલ્લભવિદ્યાનગર ખાતે રઘુવીર ચેમ્બર્સ પાસે સિલ્વર ઓક બિલ્ડીંગમાં અનુપમ એન્ટર પ્રાઇઝ જન-સેવા મિશન નામે લકી ડ્રો ની સ્કીમ ચાલુ કરી હતી. જેમા પોતે કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો. જેમાં તેણે અન્ય સહ આરોપીઓ સાથે મળી આંણદ તથા તેની આસપાસના ગામડાના લોકોને લકી ડ્રો તથા રોકાણ ઉપર ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતુ. જે કંપની વર્ષ 2018 માં બંધ કરી લોકોના પૈસા પરત નહીં આપી નાસી ગયો હતો. પોલીસની બચવા માટે તેની કાર અમદાવાદ ખાતે બિનવારસી મુકી નાસી ગયો હતો. જેથી આરોપીના પારીવારે અમદાવાદ વાડજ પોલીસ સ્ટેશનમાં તેની મીંસીગ ફરીયાદ આપી હતી.

આંણદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ પહેલા ઘરેથી નિકળેલી યુવતીને સુરત એસઓજીએ સુરતમાંથી શોધી કાઢી
સુરતઃ આંણદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ પહેલા ઘરેથી નિકળેલી યુવતીને સુરત એસઓજીએ સુરતમાંથી શોધી કાઢી હતી. પરંતુ આશ્વર્યની વાત એ છે કે આ યુવતી સુરતમાં આણંદ પોલીસમાં જ પાંચ વર્ષથી વોન્ટેડ પોન્ઝી સ્કીમના નામે છેતરપિંડી કરનાર આરોપી સાથે સુરત ભાગી આવી હતી. અને તેની સાથે રહેતી હતી.

એસઓજીની ટીમ મીસીંગ થયેલા વ્યક્તિઓની માહિતી મેળવતી હતી ત્યારે એસ.ઓ.જી ના એએસઆઈ મો.મુનાફ ગુલામરસુલને મળેલી બાતમીના આધારે આણંદમાંથી ગુમ થયેલી યુવતીને શોધી કાઢી હતી. યુવતીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતે વર્ષ ૨૦૧૮ માં પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નિકળી સુરત ખાતે રાંદેર વિસ્તારમાં રહેતી હતી. એસઓજીએ તપાસ કરતા યુવતી સુરતમાં એક આધેડ સાથે પ્રેમ સંબંધ બંધાતા રહેવા લાગી હતી. આ ૫૫ વર્ષનો આધેડ પણ આણંદનો હોવાની હકીકત મળતા પોલીસે તે તપાસતા ચોંકવનારી માહિતી મળી હતી. આ યુવતી જેની સાથે રહેતી હતી તે સીમહંમદ સુલેમાન વ્હોરા (ઉ.વ.૫૫ રહે. બાકરોલ ગ્રામ પંચાયત પાસે વ્હોરવાડ તા.જી.આણંદ) આણંદ પોલીસમાં પોન્ઝી સ્કીમના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ છે. જે તે સમયે યુવતીની આ આધેડ સાથે આંખ મળતા તેની સાથે ભાગી આવી હતી. એસઓજીને ગુમ યુવતીને શોધી કાઢવાની સાથે છેતરપિંડીના આરોપીને પણ પકડવામાં સફળતા મળી હતી

Most Popular

To Top