SURAT

સુરત: BRTS રૂટ પર બ્લ્યુ બસની અડફેટે બાઇક સવાર કચડાયો

સુરત: ભેસ્તાન સિદ્ધાર્થ નગર BRTS રૂટ માં આજે સવારે એક બાઈક ચાલકને સિટી બસે ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટના અંગે 108નાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે એક યુવક ભેસ્તાનના સિદ્ધાર્થ નગર BRTS રૂટમાં ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પડેલો હોવાની માહિતી બાદ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનો કોઈ પરિચય નહીં મળતા પોલીસને જાણ કરાઈ હતી.

પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે મરનારનું નામ મનોજ ખાંડેકર છે અને તે પોતે રીક્ષા ચાલક હતો. થોડા સમય પહેલાં જ મૃતક મનોજ ખાંડેકરે પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. મૃતક મનોજની બીજી પત્ની સોનીએ કહ્યું કે મનોજ ખાંડેકરે બે વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ મારી સાથે લગ્ન કર્યા હતા. મારે ત્રણ સંતાન છે. માથે દેવું હોવાથી તે માનસિક તણાવમાં રહેતા હતા.

આજે ઘરેથી નીકળયા બાદ તેમના મોતનાં સમાચાર ઘરે આવ્યાં હતા. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે અકસ્માત BRTS રૂટ પર થયો હતો. બસનાં ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ બસ મનોજના પગ પર ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ સંતાનો અને પત્નીના પાલક એવા મનોજના મોતને લઈ પરિવારનો આર્થિક સહારો છીનવાઇ ગયો છે.

વડખંભા નજીક હિટ એન્ડ રન : અજાણ્યા વાહન અડફેટે પિતા-પુત્ર પૈકી પિતાનું મોત
વલસાડ : કપરાડા તાલુકાના નાનાપોંઢા-ધરમપુર માર્ગ ઉપર વડખંભા અંબામાતાના મંદિર નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પિતા-પુત્રની બાઈકને અડફેટે ચઢાવતા ગંભીર ઈજાગ્રસ્ત પિતાનું સારવાર દરમિયાન વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી સચિન ગુલાબ નાયકા (રહે. ડહેલી, ભીંડી ફળિયું, પારડી)એ નાનાપોંઢા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેની માતા બીમાર હોઈ મોટી વહીયાળ મામાને ત્યાં રહે છે. ગતરોજ રાત્રે મારા પિતા ગુલાબભાઈ મારાનાના ભાઈ સાથે મોટર સાઈકલ લઈ મોટી વહીયાળ જઈ રહ્યા હતા. તે દરમિયાન નાનાપોંઢા માર્ગ પર વડખંભા પાર નદી અંબામાતાના મંદિર નજીક કોઈ અજાણ્યા વાહને બાઈકને અડફેટે ચઢાવતા પિતાને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને 108માં સારવાર માટે પ્રથમ નાનાપોંઢા અને ત્યાર બાદ વલસાડ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત મોડી રાતે તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે નાનાપોંઢા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઈ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top