Charchapatra

સુરત મ્યુ. કોર્પો.ને વિનંતી

અવારનવાર સુરત મ્યુ. કૉર્પોરેશન જરૂરી કામને અનુલક્ષીને અમુક વિસ્તારમાં પાણી પુરવઠો ખોટકાશે એવી જાહેરાત કરતી રહે છે. સ્વાભાવિક છે કે જરૂરી કામ હોય તેમ કરવું પડે, પણ તે સંજોગોમાં જે વિસ્તારોમાં જે દિવસે પાણી પુરવઠો અવરોધાવાનો હોય તે વિસ્તારમાં તેને આગલે દિવસે પાણી પુરવઠો બે કલાક વધુ સમય ચાલુ રહે તો અસરકર્તા દરેક બીજા દિવસ માટે પાણીનો સંગ્રહ કરી શકે અને જે તકલીફોનો સામનો કરવો પડે તેને નિવારી શકે. આશા છે કે મારી આ વાત સાથે તમામ સંમત થશે અને સુરત મ્યુ. કોર્પો. પ્રજાની સવલતનું ધ્યાન રાખીને આગલા દિવસે પાણી પુરવઠો નકકી થયેલા સમય કરતાં બે કલાક વધારીને આપવાનું ચાલુ કરશે અને જે રીતે પાણી પુરવઠો અવરોધાશે તે માટે જાહેરાત કરવામાં આવે છે તે રીતે આગલે દિવસે પાણી પુરવઠો વઘુ બે કલાક ચાલુ રહેશે તે અંગે યોગ્ય જાહેરાત કરવામાં આવે. પહેલાં પાણી પુરવઠો બંધ રહેવા અંગે મ્યુ. કોર્પો. ની ગાડી જે તે વિસ્તારમાં ફરીને માઇક પર જાહેરાત કરતી હતી તે બરાબર હતું અને તે પ્રથા ચાલુ રહેવી જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એકહથ્થુ સત્તા સરમુખત્યારશાહીની નિશાની છે
વિપક્ષોનો કાંટો કાઢી નાંખવો એ મકસદથી ચાલતી સત્તા વિચાર, વાણીની સ્વતંત્રતા પર કદાચ બૂમ મારશે. સત્ય હકીકતને ઢાંકવા ધમપછાડા પોતાની જ ઘોર ખોદશે. વિરોધ કરવા પાછળનું કારણ સ્પષ્ટ છે કે પ્રજાના અવાજને ગુંગળાવો. વિન્ડો ડેસિંગ પાછળ કરોડોનો અને ઉત્પાદિક ધુમાડો મોંઘવારી વધવાનું પ્રથમ કારણ છે. પુરવઠો અને માંગની સમસ્યા પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. વિદેશી પ્રશંસા વિદેશમાં રહેવા દો. ઘર આંગણેના પ્રાણ પ્રશ્નો રોટી, મકાન અને કપડાં સમસ્યા જેવી મૂળભૂત સમસ્યાનો ઉકેલ લાવો. પેટનો બળ્યો ગામ બાળશે. દેશદ્રોહી અને ગુનાખોરીમાં થયેલા વધારાના મૂળમાં ઉપરનાં મૂળભૂત કારણો નેસ્તનાબૂદ કરો.
સુરત              – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નવસારીમાં મોટા રસ્તા બને છે પણ ગલીઓના રસ્તા ખાડાટેકરાવાળા
નવસારીમાં ઘણી જગ્યાએ ગલીઓના રસ્તાઓ ખાડાટેકરાવાળા જ છે તે બનાવવા ખાસ જરૂરી છે. સુરતમાં ગલીઓના સાંકડા રસ્તાઓ પણ બનાવવામાં આવે છે. તે રીતે નવસારીમાં પણ ગલીઓના સાંકડા રસ્તા પણ બને એ ખૂબ જરૂરી છે. ખાડાઓને કારણે અકસ્માત થવાની પૂરી શકયતા છે અને કમરના ઝમ્પરને નુકસાન થવાની પૂરી શકયતા છે. આથી નવસારી નગરપાલિકા મારા આ નમ્ર સૂચન ઉપર કાર્યવાહી કરે તે માટે નમ્ર વિનંતી છે.
નવસારી           – મહેશ નાયક આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top