Charchapatra

ઘરમાં ઘુઘરિયાળી ખાટલી

ગુજરાતનું એવું કોઇ શહેર કસબો મહોલ્લો કે અંતરિયાળ ગામડું જોવા નહીં મળે જયાં આદિવાસી જનસમાજનો કોઇ પણ જ્ઞાતિ સમૂહનાં ખોરડાં હયાતિ ધરાવતાં ન હોય! આધુનિક તકનીકિનો યુગ હોવા છતાં બાંધકામ વેપાર વણજ, કૃષિલક્ષી પેદાશનાં ક્ષેત્રો અને ઉદ્યોગ હંધાયમાં પુરુષ – સ્ત્રી કામદારો રોકવાના અભિગમથી આપણે અજાણ નથી. કહેવાનો આશય એવો નથી કે માત્ર આદિવાસી કામદારો સિવાયનો જનસમૂહ સવર્ણ-ઉજળિયાતો શારીરિક ક્ષેત્રે માયકાંગલા છે! પ્રદેશ વિસ્તારવાર જાતિગત ઉત્સવ-ઉજવણી લગ્ન પ્રસંગોના રીતરિવાજ સંદર્ભે પણ વિવિધતા જોવા મળે છે.આજથી 50-60 વર્ષ પૂર્વે છોરા-છોરીયુંને પ્રેમને તાંતણે પરોવવાની પ્રથામાં વડીલોનો હાથ ઊંચો રહેતો હતો. તેમની અનુમતિ પછી સગાઈ-ગાંઠ લેવાનો ક્રમિક દોર અનોખો હતો. હવે વડીલોની પકડ રહી નથી. સ્વતંત્રતા અને સ્વચ્છંદતાના માહોલમાં છોરાં-છોરીયું એકબીજાને દિલ દઇ બેસે તેનો પરિવાર અને વડીલોને જાણ છેલ્લે થાય. ગાંઠ લેવાનો પ્રણાલિકા મુજબ વરપક્ષના સભ્યો કન્યાને આંગણે પહોંચે, શરબત ચા-પાણી પ્રત્યેથી કન્યાપક્ષનો બહેનો વરપક્ષના વેવાયોને ઉદ્દેશી મઝાનું ગીત વ્હેતું મૂકે.  નાથીયો વેવાઇ બાંયણે હું બેઠેલો કે ઘરમાં ઘુઘરિયાળી ખાટલી હારી હારી ડોહી જોવા બેઠેલો, કે ઘરમાં ઘુઘરિયાળી ખાટલી…
કાકડવા (ઉમરપાડા) – કનોજભાઈ વસાવા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કૂતરાથી ડરવું કે સહાનુભૂતિ રાખવી?
આ બાબતે સૂચન છે કે કૂતરાઓને રાખવા માટે ખુલ્લી જગ્યા (જંગલ વિસ્તાર) ભવનની ફાળવણી કરી ત્યાં યોગ્ય વ્યકિતઓની નિમણૂક કરી કૂતરાઓનું ધ્યાન રાખે તેવી વ્યવસ્થા કરવી. આનો અમલ તરત જ કરવો જોઇએ. આ બાબતના સમાચાર આપના અખબાર તા. 5.6.23 બુધવારના રોજ આવ્યા છે. લોકોની ધીરજ ખૂટી. વેસુમાં કૂતરાની આળપંપાળ કરતી મહિલાને ધક્કે ચડાવતા સ્થાનિકો કૂતરાઓનો કેટલી હદે પ્રતીતિ થઇ રહી છે. સુરત કમિશનરનું ધ્યાન દોરવાનું કે રામપુરા વિસ્તારમાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. તેઓને લઇ જવા નમ્ર વિનંતી.
સુરત              – જવાહર પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top