SURAT

સુરતમાં મોહન મિઠાઈની શોપ માલિકના ઘરમાં ચોરી, તસ્કરો આ વસ્તુની ચોરી કરી ગયા

સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશન (Railway Station) પાસે મોહન મિઠાઈ (Mithai) નામની મિઠાઈની શોપ ધરાવતા શોપના માલીકના ઘરે ચોરી (Theft) થઈ હતી. અઠવાલાઈન્સ ખાતે આવેલા તેઓના મકાનમાંથી તસ્કરોએ 1.34 લાખની ચોરી કરી હતી. બાર કલાક મકાન બંધ રહેતા તસ્કરો ખેલ કરી ગયા હતા.

  • મોહન મિઠાઈના માલીકના ઘરમાં પ્રવેશ કરી તસ્કરો 1.34 લાખની ચોરી કરા ગયા
  • બાર કલાક મકાન બંધ રહેતા તસ્કરો ખેલ કરી ગયા

અઠવાલાઈન્સ આદર્શ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય ભાવિન વિજયકુમાર મેવાવાલા રેલ્વે સ્ટેશન પાસે મોહન મીઠાઈના નામે દુકાન ચલાવે છે. ગત 16 એપ્રિલે સવારે તેઓ પત્ની સાથે વડોદરા એક પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યા હતા. રાત્રે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે મુખ્ય દરવાજો ખોલીને અંદર આવતા સામાન વેરવિખેર હતો. રસોડાનો દરવાજો ખુલ્લો હતો. દરવાજાની નકુચાની ઉપરના ભાગે એક પટ્ટી ઉભી રીતે તુટેલી હતી. તેમને બેડરૂમમાં જઈને જોયું તો સોના-ચાંદીના દાગીના મળીને કુલ 1.34 લાખની મત્તા ગાયબ હતી. તેમને ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

પોલીસ બનીને મોબાઇલ તફડાવી ચીટરો બાઇક પર છૂ થઇ ગયા
સુરત : પોલીસ બનીને મોબાઇલ તફડાવીને ચીટરો બાઇક પર છૂ થઇ ગયા હતા. આ મામલે સંજયભગવાકર ઉ. વર્ષ 21 રહેવાસી ધરમ મહલએપાર્ટમેનટ્ પાલનપુર જકાતનાકા દ્વારા પોલીસ ફરિયાદ લખાવવામાં આવી હતી. તેમાં ગઇ તા. 18 જાન્યુઆરીના રોજ રાત્રીના આશરે રાત્રિના અગિયારથી સાડા અગિયારવાગ્યા દરમિયાન એસબીઆઇ બેંક, પાલનપુર જકાતનાકા પાસે ઉભેલા હતા તે સમયે ્જાણ્યો ઇસમ જે શરીરે મજબૂત બાંધાનો હતો .તેણેપોતાની પાસેની સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને આવીને મને કહ્યુ હતુ કે અહી કેમ ઉભો છે, મોડી રાત્રિના કેમ રખ઼ડપટ્ટી કરે છે. તેમ કહીને હુ ગભરાઇગયો હતો. તેઓએ કહ્યુકે ચાલ જેલમાં પૂરી દઉ, નહીતર તારે પૈસા આપવા પડશે. તેમ જણાવ્યુ હતુ. દરમિયાન મારો મોબાઇલ ફોન લઇને કહ્યુ કે પૈસા પોલીસ સ્ટેશન આવીને આપી જજે. તને ફોન આપી દઇશ. બાદમાં સંજયના માતાપિતાએ આ મામલે સમજાવતા અજાણ્યા ઇસમ સામે પોલીસકેસ દાખલ કર્યો હતો. આમ ડુપ્લીકેટ પોલીસ બનીને વિદ્યાર્થીનો ફોન લઇ લેનાર ઇસમ સામે અડાજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top