SURAT

સુરતમાં પાલિકાએ ખોદેલા 40 ફૂટ ઊંડા ઈન્ટેકવેલમાં પડી જતા યુવકનું મોત

સુરત (Surat) : શહેરના નાનપુરા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ બ્રિજ (Swami Vivekanand Bridge) તાપી શુદ્ધિકરણ (Tapi) અંતર્ગત નિર્માણાધીન એક પ્રોજેક્ટમાં આજે સવારે એક યુવકની લાશ (Dead Body) મળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અલબત્ત, સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી બંધ હોવા છતાં 40 ફુટ ઉંડા ખાડામાં યુવકનું પડી જવાને કારણે મોત નિપજતાં શંકા – કુશંકાઓ ઉઠવા પામી છે. મોડી રાત્રે સર્જાયેલી આ દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

  • સુરત મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી છતી થઈ
  • સુરત મનપા દ્વારા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે ઈન્ટેક વેલ બનાવાઈ હતી
  • લાંબા સમયથી કામગીરી બંધ હોવા છતાં 40 ફૂટ ઊંડી ઈન્ટેકવેલને બંધ કરાઈ નહોતી
  • બુધવારે સવારે 40 ફૂટ ઊંડા ખાડામાં મંથન નામના યુવકનો મૃતદેહ મળ્યો
  • મૂળ દાહોદનો વતની મંથન સુરતમાં મજૂરી કામ કરતો હતો

સુરત મહાનગર પાલિકાના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નાનપુરા સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે ઈન્ટેક વેલ (Intec Well) બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી બંધ હોવા છતાં આજે સવારે આ પ્રોજેક્ટના 40 ફુટ ઉંડા ખાડામાં મંથન નામક એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં પ્રોજક્ટ ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રે મંથન નામક આ યુવક ઈન્ટેક વેલના 40 ફુટ ઉંડા ખાડામાં ખાબકતાં મોતને ભેટ્યો હોવાની ચર્ચા વચ્ચે સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઈન્ટેકવેલના મેઈન હોલ પર ઢાંકણું નહીં હોવાના લીધે દુર્ઘટના બની હોવાની આશંકા
પોલીસ પાસેથી જાણવા મળતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મંથન મહેશભાઈ વ્હોનિયા મુળ દાહોદની વતની હોવાનું અને સુરતમાં મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારનો એકનો એક પુત્ર હોવાને કારણે મંથનના માતા – પિતાના માથે આભ તુટી પડ્યું હતું. બીજી તરફ ઈન્ટેક વેલ ઉપર બનાવવામાં આવેલા મેન હોલ પર ઢાંકણા ન હોવાને કારણે મંથન રાત્રે ટાંકામાં પડ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top