Gujarat

ગુજરાતમાં પાછલા બારણે નક્સલીઓને ઘુસાડવાનો દરોરજ પ્રયત્નો થઈ રહ્યા છે!: હર્ષ સંઘવી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલમાં જ ત્રણ દિવસીય ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ પ્રવાસના બીજા દિવસે ભરૂચ (Bharuch) ખાતે અર્બન નક્સલીઓ (Urban Naxalite) પર પ્રહાર કર્યો હતો. ત્યારે હવે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ અર્બન નક્સલીઓપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અર્બન નક્સલીઓથી ચેતવાની જરૂર છે. અર્બન નકસ્લીઓની ટોળકી ગુજરાતને તોડવા માટે ષડયંત્ર રચી રહ્યું છે.

નક્સલીઓ પર આકરા પ્રહાર કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપણા ધર્મ અને આપણી આસ્થાને ઠેસ પહોંચાડવા માટે દરેક વખતે અલગ-અલગ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. અર્બન નક્સલની એક આખી ટોળકી ગુજરાતને તોડી પાડવા માટે ષડયંત્ર રચીને આપણી પાછળ પડેલી છે. તેમણે કહ્યું કે આવા નેતાઓને જરૂર ઓળખજો, આવા નેતાઓને ખુલ્લા પાડવામાં કોઈ કસર છોડતા નહીં. કારણ કે આ પ્રકારના અર્બન નક્સલોને આપણી સંસ્કૃતિ પર મન ફાવે તેમ બોલાવાની આદત પડી ગઈ છે, પરંતુ હવે સમય આવી ગયો છે એ લોકોને જવાબ આપવાનો. વધુમાં હર્ષ સંઘવી જણાવ્યું હતું કે સ્પ્ટેમ્બર- ઓક્ટોબરમાં જ આવા લોકો એક્ટિવ થતા હોય છે.

તેમણે કહ્યું કે હું જ્યારથી સમજતો થયો ત્યારથી તેઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર આવે એટલે એક સિઝન આવી જાય છે. દેશભરની તમામ તાકતો ભેગી મળીને ગુજરાતને કઈ રીતે તોડી શકાય એ તોડવાના પ્રયત્વો ચાલુ થઈ જાય છે. તેમણે ગંભીર રીતે કહ્યું કે ગુજરાતમાં પાછલા બારણે અર્બન નક્સલીઓને કઈ રીતે ઘુસાડય એ માટે દરરોજ પ્રયાસો થઈ રહ્યા છે.

હું જ્યારથી સમજતો થયો છું ત્યારથી હું જોવું છું સપ્ટેમ્બર-ઓક્ટોબર આવે એટલે એક સિઝન આવી જાય. દેશભરની તમામ તાકાતો એકસાથે લાગી જાય અને દેશભરની તમામ તાકાતો એકસાથે લાગીને ગુજરાતને કઈ રીતે તોડી શકાય એ તોડવાના પ્રયત્નો ચાલુ થઈ જાય. તેમણે કહ્યું કે આવા કેટલાક નેતાઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવે છે અને ડિસેમ્બરમાં પોતાના પોટલા ઊંચકીને પરત જતા રહે છે. આ બધાનો રોજગાર ગુજરાત પર જ ચાલે છે, ગુજરાતમાં અશાંતિ ફેલાવવી તેની પર તેઓનું રોજગાર ચાલે છે.

ઉલ્લખેનીય છે કે બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચમાં આદિવાસીઓને સંબોધન કર્યું હતું, ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે  ગુજરાતમાં આ અર્બન નક્સલ હવે નવા રંગ-રૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે. વાઘા બદલીને અને ઉત્સાહી જુવાનીયાઓને ભરમાળી રહ્યા છે.

Most Popular

To Top