SURAT

ફાયનાન્સરથી બચવા માથાભારે તત્વની મદદ લેવાનું સુરતના જવેલર્સને ભારે પડયું

સુરત: (Surat) કાપોદ્રા પોલીસ મથકમાં (Police Station) માથાભારે ટપોરીને પ્રોટેકશનમાં લેવાનુ વેપારીને ભારે પડી ગયુ હતુ. તેમાં ફાયનાન્સરના મારથી બચવા માટે પ્રોટેકશન આપનાર ટપોરીએ પચાસ લાખ નહી આપ્યાતો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અગાઉ ફાયનાન્સરને (Financier) ચાકૂ મારનાર આ ટપોરીને કારણે વેપારીને જેલ ભેગા થવુ પડયુ હતુ. ત્યા જેલમાંથી છૂટયા બાદ હુ એક વર્ષથી વોન્ટેડ હતો હવે તારે ખર્ચ પેટે મને અડધા કરોડ આપવા પડશે એમ કહીને ટપોરીએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ કાપોદ્રા પોલીસ મથકે પહોચ્યો હતો.

  • માથાભારે તત્વની મદદ લેવાનુ જવેલર્સને ભારે પડયુ
  • તારે કારણે એક વર્ષ વોન્ટેડ રહ્યો અડધા કરોડ આપ નહીતો મારી નાંખીશ કહેતા વેપારીએ ટપોરીથી બચવા ખંડણીનો ગુનો દાખલ કરાવ્યો
  • અડધા કરોડની ખંડણીનો ગુનો કાપોદ્રા પોલીસે દાખલ કર્યો

ચેતન ઉર્ફે જોલી ધીરૂભાઇ સુખડીયા ઉ. વર્ષ 36 ધંધો વેપાર રહેવાસી સ્વાતી સોસાયટી, ચિકુવાડી , નાના વરાછા જિલ્લો અમરોલી દ્વારા ઋષિ પંડિત સામે કાપોદ્રા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમાં દોઢ વર્ષ પહેલા જોલીની લડાઇ વિજય જોષી નામના ફાયનાન્સર સાથે થઇ હતી. વિજય જોષી તેઓને મારવા આવવાના છે તે વાત મળતા તેઓએ મનીષ રિયાણીને કહીને પ્રોટેકશન માંગ્યુ હતુ. તેઓએ ઋષિ પંડિતને મોકલ્યો હતો. દરમિયાન વિજય જોષી તેઓની યોગીચોક ખાતે આવેલી સાઇ જવેલર્સની દુકાનમાં બેઠા હતા. વિજય જોષી દુકાનમાં આવતા ઋષિ પંડિતે ચાકૂ મારીને ફરાર થઇ ગયો હતો. આ મામલે ચેતન ઉર્ફે જોલીને એક વર્ષ સુધી જેલમાં રહેવુ પડયુ હતુ.

આ ઉપરાંત દુકાનમાં કામ કરતા તેમના સાઢુ ભાઇ અને ચેતન ઉર્ફે જોલી સામે લૂંટ અને મારામારીનો ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઋષિ પંડિત એક વર્ષથી વોન્ટેડ હતો. બાદમા ફાયનાન્સર વિજય જોષી સાથે જોલીનુ સમાધાન થતા કેસ હાઇકોર્ટમાં કવોસ થઇ ગયો હતો. જોલીએ તેની દુકાનમાં ફરી ચાલુ કરતા ઋષિ પંડિત સ્થળ પર આવીને એક વર્ષ સુધી મારે તારે કારણે શહેર છોડવુ પડયુ છે તેમ જણાવીને 50 લાખ રૂપિયા માંગ્યા હતા.

આ નાણા નહી આપેતો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે જોલી ઉર્ફે ચેતને 12 લાખમાં સમાધાન કર્યુ હતુ. તેમાં તેઓનો ફલેટ વેચાતા આ નાણા આપી દેવાની વાત કરી હતી. દરમિયાન પંડિત દ્વારા રોકડા નાણા આપવાનીજ વાત કરવામા આવી હતી. આ નાણા નહી આપ્યાતો જાનથી મારી નાંખવાની ધમકી ચેતનના પિતા ધીરૂભાઇ અને માતા રાધાબેનને આપી હતી. તેથી તેઓનો પરિવાર ગભરાઇ જતા કાપોદ્રામાં ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત પોલીસે જણાવી છે.

Most Popular

To Top