SURAT

સુરતના ખેડૂત આગેવાન જયેશ પાલની 10 કરોડની જમીન તારણમાં લઈ કોર્ટે કર્યો આ આદેશ

સુરત: (Surat) સુરત જિલ્લાની સૌથી સમૃદ્ધ ગણાતી પાલ (Pal) કોટન (Cotton) સહકારી મંડળીના (Co Operative Society) 5449 ખેડૂતના (Farmers) ડાંગરના (Paddy) 27.76 કરોડના બાકી નાણાંની વસુલાતના (Recovery) કેસમાં ડિફોલ્ટર (Defaulter) નવસારીની સ્વસ્તિક પૌઆ મિલના (Swastik Poha Mill) માલિક પ્રગ્નેશ રમેશચંદ્ર નાયકે હાઇકોર્ટને (High Court) 15 ઓક્ટોબર સુધી 4 હપ્તામાં પેમેન્ટ ચુકવવાની ખાતરી આપ્યા પછી પહેલો હપ્તો ચૂકવવા નિષ્ફળ જતાં હાઇકોર્ટે પ્રગ્નેશ રમેશચંદ્ર નાયકના જામીન (Bail) રદ (Cancelled) કરી સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને (Police) ધરપકડ (Arrest) કરી આગળની કાર્યવાહી કરવાની છૂટ આપી છે. જ્યારે નાયકના પત્ની મોના અને પાલ કોટનના માજી પ્રમુખ જયેશ પાલના (Jayesh Pal) શરતી જામીન મંજુર કર્યા છે. કોર્ટે જયેશ શંકરભાઇ પટેલની માતાના નામે ચાલી આવતી 10 કરોડની જમીન આ કેસમાં તારણમાં લેવા અને કોર્ટની મંજૂરી વિના વેચી ન શકાય એવો હુકમ (Order) કર્યો છે. કરોડોની રકમ બાકી મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે.

  • પાલ કોટનના 27.76 કરોડની વસુલાતના કેસમાં પૌઆ મિલના માલિક પ્રગ્નેશ નાયકના જામીન નામંજુર
  • જયેશ પાલના જામીન મંજૂર પણ 10 કરોડની જમીન તારણમાં લેવા હાઈકોર્ટનો આદેશ
  • 24 કરોડના ચોખા ઉધાર આપનાર મંડળીના માજી પ્રમુખ જયેશ પાલને જરૂર પડે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને પાસપોર્ટ જમા લેવા પોલીસને આદેશ
  • જયેલ પાલ કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડી શકે, જમીન નહીં વેચી શકે

ગુજરત ખેડૂત સમાજના પ્રમુખ અને પાલ કોટનના માજી પ્રમુખ જયેશ પાલ કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડી શકશે નહીં. અને માતાના નામની 10 કરોડની વેલ્યુએશન ધરાવતી જમીન પણ વેચી નહીં શકે. સુરત શહેર પોલીસે જયેશ પાલ સહિત 3 સામે ગુનો દાખલ કરતાં ધરપકડથી બચવા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે જયેશ પાલને તપાસ માટે જરૂર પડે ત્યારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડવા હુકમ કરી પાસપોર્ટ જમા લેવા પોલીસને આદેશ આપ્યો છે. જયેશ પાલને પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા આદેશ કરાયો છે. જો આ કેસના તપાસ કરનાર અધિકારીને જરૂર લાગે તો સમકક્ષ કોર્ટ સમક્ષ રિમાન્ડ પણ માંગી શકે છે. પણ રિમાન્ડની કાર્યવાહી પછી હાઇકોર્ટનો સ્ટે હોવાથી મુક્ત કરવા પડશે, એવી શરત પણ રાખી છે.

Most Popular

To Top