SURAT

સુરત: ઇ-બાઈકની બેટરીમાં વિસ્ફોટ બાદ લાગેલી આગ ગેસના બાટલા સુધી પહોંચતા બાટલામાં બ્લાસ્ટ

સુરત: (Surat) ઇલેક્ટ્રીક બાઈકની (E-Bike) બેટરીમાં બ્લાસ્ટ થવાના બનાવો અવાર-નવાર બની રહ્યા છે. તેવામાં પુણા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રાત્રી દરમિયાન ચાર્જીંગમાં મુકેલી ઇ-બાઈકની બેટરીમાં ધડાકો થયો હતો. તેના કારણે ઘરમાં આગ લાગી હતી. આગ ગેસના બાટલા (Cylinder) સુધી પહોંચી જતા બાટલામાં બ્લાસ્ટ થયો હતો. તેના કારણે ચાર જણાને ઇજા થઈ હતી. તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  • પુણા ગામમાં ઇ-બાઈકની બેટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ લાગી આગ, આગ પ્રસરીને ગેસના બાટલા સુધી પહોંચી
  • સિલિંડરમાં બ્લાસ્ટ થતા ચાર દાઝ્યા, બેટરી અને સિલિંડરના ટૂકડા 25 ફુટ સુધી ઉડ્યા

સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં શિવલાલ ગગજી રાણપરિયા પરિવાર સાથે રહે છે. તેમના પુત્ર મૌલિકે દોઢેક વર્ષ પહેલા ઇ-બાઈક ખરીદી હતી. મૌલિકે રાબેતા મુજબ ગતરાત્રિએ ઇ બાઈક ચાર્જીંગમાં મૂકી હતી. ત્યાર બાદ પરિવારજનો સુઈ ગયા હતા. મળસ્કે 4 વાગ્યાના સુમારે ઇ-બાઈકની બેટરીમાં ધડાકો થયો હતો. તેના કારણે પરિવારજનો અને આસપાસના લોકો ગભરાઈને ઉટી ગયા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા આગ ફેલાવા લાગી હતી. આગ ઘરમાં પ્રસરી ગઈ હતી. તેના આગ ગેસના બાટલા સુધી પહોંચી ગઈ હતી. તેથી બાટલાનો વિસ્ફોટ થયો હતો. ઈ-બાઈકની બેટરી અને રાંધણ ગેસના બાટલાના ધડાકાના કારણે સોસાયટીમાં રહેતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આગના બનાવ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.તે પહેલા સોસાયટીના લોકોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તે પ્રયાસમાં ઘરના માલિક શિવલાલ ગગજી રાણપરિયા (45 વર્ષ),જતીન રાણપરીયા ( 23 વર્ષ)અને મિત રાણપરીયા( 20 વર્ષ) ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઉપરાંત આગ ઓલવવા ગયેલા પડોશી 35 વર્ષીય જયેશ લિંબાણી પણ દાઝી ગયા હતા. દાઝેલાઓને સારવાર માટે 108 એમ્બ્યૂલન્સમાં સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગને પગલે સુધીમાં ઘરનું તમામ ફર્નિચર સહિતનો સરસમાન બળીને ખાક થતાં પરિવારનોને મોટું આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

આગ ઓલવતી વખતે પાડોશી યુવક પણ દાઝી ગયા
મળસ્કે 4 વાગ્યાના સુમારે શિવલાલ રાણપરીયાના ઘરમાં ઇ-બાઇકની બેટરી બાદ ગેસનો બાટલો ફાટતાં આગ ઘરમાં આગ પ્રસરી હતી. મળસ્કે બનેલી આ ઘટનાને કારણે ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાયો હતો. આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે સ્થળે પહોંચે તે પહેલાં સોસાયટીના રહેવાસીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન આગ ઓલવવાના પ્રયાસ પાડોશી જયેશ લિંબાણી પણ દાઝી ગયા હતા.

Most Popular

To Top